મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મૂ-કશ્મીરઃ જમ્મુ કશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે ભારતીય સુરક્ષાદળોના હાથે મોટી સફળતા લાગી છે. જમ્મુ કશ્મીર પોલીસ મુજબ શ્રીગરમાં થયેલા એન્કાઉન્ટરમાં કશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દીનના ચીફ ક્માન્ડર ડો. સૈફુલ્લાહને ભારતીય સુરક્ષા દળોએ ઠાર કરી દીધો છે. શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં પોલીસને આતંકવાદીઓના છુપાયા હોવાની જાણકારી મળી હતી. જે તુરંત બાદ પોલીસ અને સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશન ચલાવતા આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણાને ઘેરવાનો પ્રયાસ કરાયો છે.

સુરક્ષાદળોથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પહેલા છૂપાયેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું હતું જે પછી પણ વારંવાર આતંકવાદીઓને ચેતાવણીઓ આપવામાં આવી પરંતુ આતંકવાદીઓએ તેને સાંભળવાને બદલે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. જ્યારે કાર્યવાહીમાં સુરક્ષાદળોએ હિજબુલ મુજાહિદ્દીનના ચીફ કમાન્ડરને ઠાર કરી દીધો. જોકે પહેલા સુરક્ષા દળોવને સૈફુલ્લાહના અંગે જાણ ન હતી પણ બાદમાં તેના મોતની પૃષ્ટી થઈ હતી.

આ વર્ષે મે મહિનામાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ કમાન્ડર રિયાઝ નાયકુના મૃત્યુ પછી, ડ Dr.ક્ટર સૈફુલ્લાહને હિઝબુલ દ્વારા તેમનો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સુરક્ષા દળો માટે માથાનો દુખાવો હતો.

જો કે, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે જીવંત પકડાયેલો આતંકી સ્થાનિક છે કે વિદેશી. જોકે, પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે જણાવ્યું હતું કે શંકાસ્પદ પકડાયો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.