મેરાન્યૂઝ નેટવર્ક.કોલંબોઃ ઈસ્ટર સંડેના સમયે શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ થતાં માનવતા હચમચી ઉઠી છે. આ બોમ્બ બ્લાસ્ટ ત્રણ ચર્ચ અને ત્રણ 5સ્ટાર હોટલમાં થયા છે. આ વાત પોલીસ પ્રવક્તાને કહી હતી. એક વિસ્ફોટક રાજધાની કોલંબોના કોચચિક્ડેમાં સ્થિત સેંટ એંથોની ચર્ચમાં થયો. કહેવાય છે કે બ્લાસ્ટ શ્રીલંકાના સમયાનુસાર સવારે 8.45એ થયો હતો.

ત્યાં જ બીજો બ્લાસ્ટ કટાનાના કટુવાપિટીયા ચર્ચમાં થયો. ત્રીજો બ્લાસ્ટ વટ્ટીકલાઓ ચર્ચમાં થયો છે. તે ઉપરાંત રાજધાની કોલંબોની 5 સ્ટાર હોટલ, સિન્નમન ગ્રાંડ અને કિંગ્સબરીમાં પણ બ્લાસ્ટના સમાચાર છે. આ વિસ્ફોટોમાં ઘણા લોકોના મોત થયા છે જેમાં વિદેશી પર્યટકો પણ શામેલ હોવાની સંભાવના છે.

શ્રીલંકન મીડિયાના અનુસાર આ બ્લાસ્ટમાં 50થી વધુ લોકોના મોત થયા છે. જ્યાં 200થી વધુ લોકો ઘાયલ છે. કોલંબો નેશનલ હોસ્પિલના અધિકારીએ કહ્યું, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘાયલોની સંખ્યા હજુ વધુ હોવાની સંભાવાના છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ અગે સોશ્યલ મીડિયા પર લખ્યું કે, હું કોલંબો સ્થિત ભારતીય ઉચ્ચ અધિકારી સાથે સતત સંપર્કમાં છું. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. શરૂઆતી રિપોર્ટ અનુસાર ઈસ્ટરના પ્રસંગ પર ચર્ચ જનારા લોકોને આ ધમાકાઓ દ્વારા નિશાન બનાવાયા છે. હજુ સુધી શ્રીલંકન સરકારે આને લઈ કોઈ નિવેદન જાહેર કર્યું નથી. જણકારી અનુસાર કોલંબો સેનાના 200થી વધુ જવાનો તૈનાત કરી દેવાયા છે. પ્રધાનમંત્રીએ તત્કાલ બેઠક બોલાવી છે.