મેરાન્યૂઝ નેટવર્ક. ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટિલે પોતાની ફરજ પર મોડા પહોંચેલા બે મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મીનાબેન નાગુ અને વર્ષાબેન ઠાકોર નામના આ બંને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલોને મિનાક્ષીબેન દેવજી મહેશ્વરીની આંતરીક સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. રાપરના વકીલ અને બામસેફ્ના કચ્છના કન્વીનર દેવજીભાઈ મહેશ્વરીની હત્યા બાદ તેમના પત્નિ મિનાક્ષીબેનની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત અપાયો છે. જે અંતર્ગત બે મહિલા કોન્સ્ટેબલોને તેમની સુરક્ષા માટે મુકાયા હતા પણ તેઓ મોડા પહોંચતાં તેમને સસ્પેન્ડ કરાયા છે.