હૈદરાબાદ: તેલુગૂ ફિલ્મોના પ્રખ્યાત કોમેડિયન વેણુ માધવનું ૩૯ વર્ષની વયે નિધન થયુ છે. તેમને લીવર અને કિડની બિમારી હતી. મંગળવારે તબિયત બગડતો વેણુ માધવને સિકંદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા સારવાર દરમિયાન તેમનું નિધન થયું.

તેલૂગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડુએ ટવીટ કરી વેણુ માધવના નિધન પર શોક વ્યક્ત કર્યો. વેણુ માધવના નિધનથી ટોલીવુડમાં દુખની લાગણી વ્યાપી ગઇ છે. વેણુના ચાહકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેલૂગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મીડિયા કન્સલ્ટન્ટ વામસી કાકાએ ટ્વીટ કર્યુ કે. એક્ટર વેણુ માધવે આજે ૧૨:૩૦ વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

વેણુ માધવે એક મિમિક્રી આર્ટીસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ ફિલ્મોમાં કોમેડિયનના રોલમાં આવવા લાગ્યો. વેણુએ ૧૯૯૬માં રિલિઝ થયેલી ફિલ્મ સંપ્રદાયમથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યુ હતુ. ત્યાર બાદ તમિલ અને તેલૂગુ ભાષાની લગભગ ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. વેણુની છેલ્લી ફિલ્મ Dr, Paramanandaiah Students છે જે હજુ રિલીઝ થઇ નથી. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૬માં કરવામા આવ્યુ હતુ. વેણુએ એક સમયે તેલૂગુ દેશમ પાર્ટી માટે પ્રચાર પણ કર્યા હતો.