મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેરળ અને ગુજરાત વચ્ચે ગુરુવારથી રણજી ટ્રોફી મેચથી પહેલા એક ચર્ચા સામાન્ય હતી કે ટીમ ઈન્ડિયાના ફાર્સ્ટ બોર્લર જસપ્રીત બુમરાહ આ મેચથી પાછા આવી શકે છે. જોકે હવે એવી ખબર પડી રહી છે કે બુમરાહ એલીટ ગ્રુપ 'એ'ની આ મેચમાં નહીં રમે, આ મેચ ગુરુવારથી લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરતમાં રમાવા જઈ રહી છે.

ત્રણ મહિનાના બ્રેક બાદ પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં પાછા આવી રહેલા બુમરાહને કેરળ સામે એલીટ ગ્રુપ એ ની મેચ માટે સુરત પહોંચવાનું કહેવાયું હતું. ત્યાં બુમરાહને મેચ રમવામાં કોઈ સમસ્યા ન હતી. તે ખાનગી રીતે વિચારે છે કે તેની વાપસી હેરાનગતિ અને ઉતાવળી ન હોવી જોઈએ. તેનું લક્ષ્ય જાન્યુઆરી 2020 થી શરૂ થવા જઈ રહેલી ક્રિકેટ સીઝનના આરામથી તૈયાર થઈ જવાનું છે.

આ બોર્લરએ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને પોતાની પરેશાનીની જાણકારી આપી હતી. જોકે આ બંનેએ બુમરાહને હાલ સફેદ બોલ ક્રિકેટ પર ધ્યાન આપવાનું કહ્યું છે. ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલએ પણ પૃષ્ટી કરી છે કે બુમરાહ સુરતમાં થઈ રહેલી મેચમાં નહીં રમે.

સૂત્રોએ એવું પણ કહ્યું ચે કે રાષ્ટ્રીય સ્તરની સિલેક્શન સમિતિએ ગુજરાત ટીમના આયોજકને સલાહ આપી છે કે બુમરાહ ઈજાથી બહાર આવી રહ્યો છે તેથી તેને એક દિવસમાં વધુમાં વધુ 8 ઓવર જ બોલીંગ કરવા દેવાય, પણ ગુજરાત ટીમ આયોજક આ વાતથી થોડા પરેશાન થયા છે. તેમનું કહેવું છે કે આ એક એવો બોર્લર છે જે ટીમમાં તક અપાય તો એક જ દિવસમાં વધુમાં વધુ 8 ઓવર જ બોલીંગ કરી શકશે અને પોતાના લક્ષ્યની પુરતી નથી કરે.

ગાંગુલીએ પ્રોટોકોલને એક બાજુ મુકતા બુમરાહને પોતાનો બ્રેક ચાલુ રાખવાની પરવાનગી આપી છે. બુમરાહ હવે સીધો શ્રીલંકા સામેની ટી 20 ઈંટરનેશનલ સીરીઝમાં જ જોવા મળશે.

એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી વિગત પ્રમાણે, ન્યૂઝિલેન્ડ સીરીઝ માટે હજુ ઘણો સમય છે. ખરેખર, સીરીઝ પહેલા ટેસ્ટ મેચ આગામી વર્ષ 21 ફેબ્રુઆરીએ શરૂ થશે. ત્યાં સુધી તે લાલ બોલથી કોઈ મેચ નહીં રમે. તો, ઉતાવળની કોઈ વાત જ નથી. તો પછી તે હવેની ટી 20 મેચોમાં ચાર ઓવર ફેંકી શકે છે અને ન્યૂઝિલેન્ડ સીરીઝ નજીક આવ્યા પછી રણજી ટ્રોફી મેચ રમી શકે છે.

ટી 20 સીરીઝ આવવાથી પહેલા ટીમ આયોજક બુમરાહને સારા દિવસે બોલીંગ કરાવવાથી પણ સહમત નથી. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ક્રિકેટ એસોશિએશન સુધી અનુરોધ પહોંચાડાયો છે કે જેમાં ભારતીય ટીમના હિતને ધ્યાનમાં રખાયું છે. જ્યાં અમે કહીએ છીએ કે બુમરાહ દુનિયાના સર્વ શ્રેષ્ઠ બોર્લર છે તો તેના સાથે તેમની સાથે તે પ્રકારનો વ્યવહાર પણ કરવો જોઈએ.

સુત્રોનું માનીએ તમામ વાતો સાથે ગાંગીલુ અને ભારતીય ટીમના આયોજક અને કેપ્ટન કોહલી આ વાત પર એકમત છે.