દેવલ જાદવ (મેરાન્યૂઝ.નવી દિલ્હી): બોલીવુડમાં આવે જાણીતા અને દેશ માટે સારું કામ કરી ચૂકેલા વ્યક્તિઓના બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. થોડા વર્ષો અગાઉ ફ્લાઈંગ શીખ કહેવાતા મિલખાસિંધના જીવન પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી ત્યારે બાદ આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ત્યાર બાદ ક્રિકેટના લેજન્ડ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવન ઉપર ફિલ્મ બનવવામાં આવી. ભારતને પહેલો વોર્લ્ડકપ અપાવવા વાળા કેપ્ટન કપિલ દેવના જીવન આધારિત ફિલ્મ આવી રહી છે. આ ઉપરાંત ભારતની બેડમિન્ટન ખિલાડી સાઈના નેહવાલના જીવન પર પણ એક ફિલ્મ બની છે.
તયારે હવે ક્રિકેટના ફિલ્ડમાં મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ બાદ હવે ક્રિકેટર સૌરવ ગાંગુલીના જીવન પર પણ બાયોપિક બનવા જઈ રહી છે. આજે ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિકનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગ કરશે. આ ફિલ્મની જાહેરાત કરતાં લવ ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું," એ કહેતા આનંદ થાય છે કે દાદા સૌરવ ગાંગુલીની બાયોપિકનું નિર્માણ લવ ફિલ્મ્સ કરશે". લવ ફિલ્મના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાહેરાત કરતી વખતે તેમણે કેપ્શનમાં ગેમ ઓન લખ્યું હતું.
Advertisement
 
 
 
 
 
સૌરવ ગાંગુલીને દાદા તરીકે ઓળખવામાં છે. તેમના માટે દરેકના હૃદયમાં એક વિશેષ સ્થાન છે જે ક્રિકેટ માટે ધબકે છે. ક્રિકેટર તરીકે 90ના દાયકાથી લઈને હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડની અધ્યક્ષતા કરવા સુધી સૌરવ ગાંગુલી તેમના આંતરરાષ્ટ્રીય રેકોર્ડ માટે જાણીતા છે. મોટા પડદા પર તેમની બાયોપિક જોવી ખૂબ જ રોમાંચક બનશે.
આ અંગે સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું હતું કે, " ક્રિકેટ મારુ જીવન રહ્યું છે. ક્રિકેટે મને માથું ઊંચું રાખીને આગળ વધવા માટે આત્મવિશ્વાસ અને ક્ષમતા આપી છે. લવ ફિલ્મ્સ મારી આ જર્નીને કેવી રીતે મોટા પડદા પર બતાવશે તે રોમાંચક રહેશે."