મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઇ: સોનુ સૂદ એનસીપી નેતા શરદ પવારને મળ્યો. સોનુ સૂદે તેમના મુંબઇ સ્થિત ઘરે મુલાકાત લીધી.

બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ ગેરકાયદે બાંધકામો માટે નોટિસ ફટકારી છે. આજે 13 જાન્યુઆરીએ બોમ્બે હાઈકોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. મંજૂરી વિના સોનૂ સૂદે ઉપનગરીય જુહુમાં રહેણાંક મકાનમાં કથિત રીતે માળખાકીય ફેરફાર કર્યા બાદ બીએમસીએ તેમને નોટિસ ફટકારી હતી. બીએમસીની નોટિસ સામે સોનુ બોમ્બે હાઈકોર્ટમાં ગયો.

સોનુ સૂદે ગયા અઠવાડિયે વકીલ ડી.પી.સિંઘ મારફત કરેલી અરજીમાં જણાવ્યું હતું કે છ માળની શક્તિ સાગર બિલ્ડિંગમાં તેણે કોઈ ગેરકાયદેસર કે અનધિકૃત બાંધકામ કર્યું નથી. અરજીમાં બીએમસી દ્વારા ગત વર્ષે ઓક્ટોબરમાં આપવામાં આવેલી નોટિસને રદ કરવા અને આ કેસમાં કોઈ શિક્ષાત્મક કાર્યવાહીથી વચગાળાના રાહતની વિનંતી પણ કરવામાં આવી છે.

બીએમસીએ 4 જાન્યુઆરીએ આ કેસમાં જુહુ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે અભિનેતાએ  શક્તિ સાગર બિલ્ડીંગ જે રહેણાંક મકાન છે, તેને પરવાનગી વિના હોટેલમાં રૂપાંતરિત કર્યું છે.