મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આજે આખા દિવસ દરમિયાન જેના પર લોકોની ચાંપતી નજર હતી તે કોંગ્રેસની વર્કિંગ કમિટિ (સીડબ્લ્યૂસી)ની બેઠક મળી હતી. જોકે બેઠક દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ કોણ રહેશે તેનો નિર્ણય લટકી પડ્યો છે પરંતુ હાલ પુરતાં સોનિયા ગાંધી કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  તેઓ આગામી સમયે નિયમિત અધ્યક્ષની ચૂંટણી સુધી પાર્ટીની કમાન સંભાળશે.

આ બેઠક બાદ રાત્રે અંદાજીત 11.05 કલાકે કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલા અને મહાસચિવ સી. વેણુગોપાલે મીડિયાને જાણકારી આપી હતી. વેણુગોપાલે કહ્યું, કોંગ્રેસની કાર્યસમિતિની બીજી બેઠક સાડા 8 વાગ્યે શરૂ થઈ અને હાલમાં જ પુરી થઈ છે. બેઠકમાં સર્વસમ્મતીથી ત્રણ પ્રસ્તાવ પાસ કરાયા છે. બેઠકમાં રાહુલ ગાંધીના નેતૃત્વની પ્રશંસા કરાઈ હતી. તે પ્રથમ પ્રસ્તાવ હતો. બીજા પ્રસ્તાવમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ ન છોડવાની અપીલ સંબંધી પાસ કરાઈ હતી. વેણુગોપાલે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષો, ધારાસભ્યો, તેમના દળના નેતાઓ પદ ન છોડવાની અપીલ સંબંધી પાસ કરાયા. વેણુગોપાલે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષો સહિતના નેતાઓએ ચર્ચા બાદ બેઠકમાં સર્વ સંમતીથી નિર્ણય કર્યો કે રાહુલ ગાંધી જ અધ્યક્ષ બનવા જોઈએ જોકે રાહુલ ગાંધીએ વિનમ્રતાથી તે અંગે ના પાડી દીધી હતી. બાદમાં સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સાથે જ બેઠકમાં અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ આપેલા રાજીનામા અંગે ચર્ચા થઈ હતી. જે તે સમયે તેમના રાજીનામાને અસ્વિકાર કરાતા બેઠકમાં તેઓ પોતાની વાત પર ટકી રહ્યા હતા કે ન તે અને ન ગાંધી પરિવારના અન્ય કોઈ આ જવાબદારી સંભાળશે. જોકે એકવાર ફરી કમાન ગાંધી પરિવારના હાથમાં સોંપાઈ હતી.