મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વિશ્વભરમાં જાણિતા કાર્ડિયાક સર્જન અને પદ્મશ્રી ડો. તેજસ પટેલના નામે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે કોરોનાની બીજી લહેર જલ્દી જ પુરી થઈ ગઈ છે અને ત્રીજી લહેર આવવાની કોઈ રાહ ન જોતા તે નહીં આવે. જોકે ડો. તેજસ પટેલે આ મેસેજ ખોટા હોવાનું જાહેર કર્યું છે. તેમણે એક વીડિયો મેસેજ દ્વારા આ મેસેજ તેમના નામે ફરી રહ્યો છે પરંતુ તેમણે આવું ક્યાંય નિવેદન આપ્યું નથી તેવું કહ્યું હતું.


 

 

 

 

 

ડો. તેજસ પટેલે અગાઉ કહ્યું હતું કે થોડા દિવસોમાં કોરોનાના કેસ ઘટે તેવી શક્યતાઓ છે જોકે તેમના આ નિવેદનને કોઈએ અન્ય ખોટા વાક્યો ઉમેરી તેમાં ત્રીજી લહેર નહીં આવે તેવો દાવો કરતી પોસ્ટ કરી હતી. જે ખુબ વાયરલ થવા લાગી હતી. જ્યારે ખુદ ડો. તેજસ પટેલના ધ્યાને આવ્યું કે તેમના નામે આવો કોઈ ખોટો મેસેજ લોકોને ભ્રમિત કરી રહ્યો છે ત્યારે તેમણે વીડિયો દ્વારા તે મેસેજનું ખંડન કર્યું છે અને લોકોને આવા મેસેજ દ્વારા ભ્રમિત ન કરવાની પણ પોસ્ટ કરનારાઓને સલાહ આપી છે.
 

-