મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : ગુજરાતમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે સમગ્ર દેશમાં લોકડાઉનનો ૧૩ માં દિવસ છે આ સાથે જ હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો ૧૪૪ પર પહોંચી ગયો છે.લોકડાઉનની અમલવારી અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સરકારની વારંવાર અપીલ છતાં રાજ્યમાં અનેક જગ્યાએ લોક જાગૃતિના અભાવે અને ધંધાર્થીઓની યોગ્ય વ્યવસ્થાના અભાવે સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે મોડાસાની જીઆઈડીસી માં આવેલ એચ.પી. ગેસ એજન્સી ના વિતરક ખુશી ગેસ એજન્સીમાં સોશ્યલ ડેસ્ટિનેશનનો અભાવ જોવા મળ્યો હતો પુરવઠા તંત્રએ ગેસ વિતરણ વ્યવસ્થા કરતી એજન્સીને ગ્રાહકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે લોકડાઉનની અમલવારી માટે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સતત ખડેપગે કામગીરી કરી રહી છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરાઈ રહી છે પરંતુ લોકડાઉન ની સ્થિતિમાં સોશ્યલ ડીસ્ટન્સની લોકોમાં જાગૃતિ જોવા મળતી નથી બીજીબાજુ ધંધાર્થીઓ પણ લોકડાઉનની સ્થિતિમાં નફો એટલો વકરો કરવામાં મશગુલ બની તેમની અને ગ્રાહકોના આરોગ્ય જોખમ મૂકી રહ્યા છે મોડાસા જીઆઈડીસીમાં આવેલ એચ.પી ગેસ વિતરણની એજન્સી ધરાવતા ખુશી એજન્સીમાં લોકડાઉનના ભય વચ્ચે ગેસ સિલિન્ડર મેળવવા મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટતા એજન્સી બહાર અને કાઉન્ટર પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ગેસ વિતરણ કરતી એજન્સીએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે   એજન્સી ધારકે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને કલમ-૧૪૪ ના જાહેરનામાનો ભંગ ન થાય તેની સંપૂર્ણ તાકીદ કરવામાં આવેની માંગ જાગૃત નાગિરિકોમાં ઉઠી છે.

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રના અધિકારીઓએ એચ.પી ગેસ એજન્સી ધારક ખુશી ગેસ એજન્સીને નોટિસ ફટકારી સોશ્યલ ડીસ્ટન્સની અમલવારી કરવા નોટિસ ફટકારી જાહેરનામા ભંગ કરનાર એજન્સી સામે પગલાં ભરવા લોકોમાં માંગ પ્રબળ બની છે.