મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં કોરોના થી લોકોના ટપોટપ મોત નીપજી રહ્યા છે સતત લોકો કોરોનાગ્રસ્ત બની રહ્યા હોવા છતાં જાણે કોરોનાનો ડર ના રહ્યો તેમ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ભીડ જમાવી રહ્યા છે.મોટા ભાગની બેંકોમાં અંદર અને બહાર ભીડ જોવા મળી રહી છે લોકડાઉન બાદ છૂટછાટ દરમિયાન બેંકો બહાર અને અંદર સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા દોરેલ સર્કલ પણ ભૂંસાઈ ગયા છે બેંકના કર્મચારીઓ સતત કોરોનામાં સપડાઈ રહ્યા હોવાની સાથે સુપર સ્પ્રેડર બની શકે છે કેન્દ્ર સરકારની વિવિધ સહાયના રૂપિયા બેંકોમા જમા થતા લોકો રૂપિયા ઉપાડવા ધસારો કરતા હોવાથી બેંકો બહાર ભીડ ઉમટી રહી છે.

મેઘરજ નગરમાં આવેલ બેંક ઓફ બરોડા(દેના બેંક) બહાર ગ્રામ્ય વિસ્તારના મજબુર જણાતા ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.તંત્ર અને બેન્ક અધીકારીઓ દ્વારા કડકાઇ દાખવી સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરાવે તે જરૂરી બન્યુ છે. બાયડ એસબીઆઈ બેંકમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે બે કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બનતા બેંકને સૅનેટાઇઝ કરી અન્ય કર્મીઓના રેપીડ ટેસ્ટ માટે આરોગ્ય વિભાગે તજવીજ હાથધરી હતી.

સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથધરવામાં આવી રહ્યાં છે પરંતુ બીજી બાજુ પ્રજાજનોમાં પણ ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસ પ્રત્યે ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાર દિવસમાં ૩૦ થી વધુ પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.