મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને રવિવારે તેમના ઘરના બગીચામાંથી સાપે ડંખ મારતા સોમવારે સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જોકે સારવાર બાદ તેમને રજા અપાઈ હતી.

બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે SP નિર્લિપ્ત રાયને સાપે ડંખ માર્યો

આ ઘટના અમરેલી જિલ્લા પોલીસ વડાના સુખનિવાસ કોલોનીમાં આવેલા નિવાસસ્થાને બની હતી. જ્યાં રવિવારે સાંજે જિલ્લા પોલીસ વડા તેના બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો. દરમિયાન સોમવારે તેમણે દુ:ખાવા જેવા ચિન્હો જણાવા લાગતા તેમને સારવાર માટે પ્રથમ અમરેલીના દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સીફ્ટ કરાયા હતાં. રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમની હાલત તદન સ્વસ્થ જણાતા રજા આપી દેવાઇ હતી.