મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સ્વામિનારાયણ સંસ્થા એસએમવીએસના સંસ્થાપક દેવનંદનદાસજી સ્વામી (બાપજી)એ 87 વર્ષે દેહત્યાગ કર્યો છે. 22મી ઓગસ્ટે 10.10 કલાકે તેઓએ દેહત્યાગ કર્યો. તેઓ ઘણા સમયથી વાસણા ખાતેના મંદિરે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓની તબીયત નાદુરસ્ત ચાલતી હતી. તેમના અચાનક દેવલોક પ્રસ્થાનથી સંપ્રદાયના સંતો અને ભક્તોમાં ભારે શોકની લાગણી છે.

તેમણે સંસ્થા અને સંસ્કૃતિ ઉપરાંત ધર્મ, સામાજિક કાર્યો, દેશ વિદેશ સુધી ધર્મને લઈ જવા સાથે આદિવાસીઓના ઉત્થાન માટે પણ ઘણા કામો કર્યા છે. જે કાર્યોને કારણે લોકોના પણ તેઓ પ્રિય રહ્યા હતા.

આજે સવારે વાસણા મંદિરથી હરિકૃષ્ણ મહારાજ તથા બાપજીની કલ્યાણયાત્રા સુશોભિત સ્પોટમાં પ્રસ્થાન થયું હતું. સંતો-હરિભક્તો પોતે પોતાની ગાડીમાં જોડાયા હતા. તમામ પુરુષ-મહિલા દર્શનાર્થીઓને જાહેરમાં દિવ્ય દર્શન દાન તા. 24-08-2019, શનિવારે બપોરે 02:00 વાગ્યા સુધી મળશે. માત્ર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બાવળા, કડી, કલોલ, વિજાપુર આદિ નજીકના હરિભક્તો માટે દર્શન દાન આવતીકાલે શુક્રવારે રાખ્યો છે. માટે દૂરના હરિભક્તોએ 23-08-2019, શુક્રવારે ન જ આવવું. દૂરના તમામ સેન્ટરના હરિભક્તોને તા. 24-08-2019ને શનિવારે સવારે 08:00થી બપોરે 02:00 વાગ્યા સુધી દર્શન દાન મળશે. 24-08-2019ને શનિવારે બપોરે 02:00 વાગ્યાથી તેમની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિના દર્શનનો લાભ મળશે. જેનું અંતિમ સ્થાન ગાંધીનગર સ્વામિનારાયણ ધામ રહેશે.