મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. પોલીસનો જાણે કોઇ ભય જ ન રહ્યો હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે. તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે ધાર્મિક સ્થળોને પણ બાકાત રાખતા નથી. આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચોરીની ત્રણ ઘટના પોલીસના ચોપડે ચડી છે.

ઘટના ૧: અમદાવાદમાં ગૌરવ બારોટ નામનો યુવક થલતેજમાં પાન પાર્લર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એક અઠવાડિયા પહેલાં તેમના પાન પાર્લરની બાજુમાં ચા ની કીટલી ધરાવતા તેમના મિત્રએ સવારે સાડા છ વાગે ગૌરવના ઘરે આવીને પાન પાર્લરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી બને દુકાને જઈને જોતા શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનમાં અંદર જઈ ને તપાસ કરતા પૈસા મૂકવાનું ડ્રોવરના ખાનનું પણ તાળું તૂટેલી હાલતમાં હતું. અને તેમાંથી ૪૦૦૦૦ હજારની ચોરી થઈ ગઈ હતી. દુકાનના માલિકએ સીસીટીવી ચેક કરતા એક યુવક પાંચ વાગે દુકાનનું તાળું તોડી દુકાનમાં પ્રવેશતા નજરે પડ્યો હતો. સમગ્ર બાબતે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

ઘટના ૨ : સુરેન્દ્રનગરમાં ખેતીવાડી અને કપડાં ધંધા સાથે સકળાયેલા યુવકને અવાર નવાર ઘંધના કામથી અમદાવાદ આવવાનું થાય છે. ગત ૧૬ તારીકેએ આ યુવક કપડાંની ખરીદી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. ખરીદીનું કામ પતાવીને એ. એમ. ટી.એસ બસ નંબર ૧૪૨માં બેસી સંબંધીને મળવા માટે જતા હતા. બસમાં કિસ્સા કાતરુંએ પેન્ટના ખીચ્ચામાંથી ૭૦૦૦૦ રૂપિયા ચાંઉ કરી લીધા હતા. યુવકને જાણ થતાં બસમાં બૂમાબૂમ કરી હતી. બસમાં આગળના સ્ટેશનએ ઉભી રહેતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની જાણ કરી હતી. તે સમયે સુરેન્દ્રનગર જવાનું મોડું થતું હોવાથી ગઈકાલે ફરિયાદ દાખલ કરી હતી.

ઘટના ૩: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં ગઈકાલ મોડી રાત્રે તસ્કરો ઘૂસી આવ્યા હતા. અને મંદિરમાં રહેલી દાન પેટી માંથી ૭૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી. વહેલી સવારે મંદિરના પૂજારી જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે પાછળનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને મંદિરમાં આવીને જોયું તો દાનપેટીનું તાળું તૂટેલી હાલતમાં હતું અને અંદર રહેલી રોકડ રકમ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મંદિરના પુજારીએ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર બાબત વિશે જાણ કરી હતી અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.