મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કેન્દ્રિય મંત્રી અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઇરાની પર કથિત રીતે પોતાની સાંસદ ફંડના દુરુપયોગનો આક્ષેપ લાગ્યો છે. ગુજરાતના આણંદ જિલ્લાના કલેક્ટરે કોન્ટ્રાક્ટરને 4.8 કરોડ રૂપિયા પાછા જમા કરવા આદેશ આપ્યો છે. આ રકમ સાથે વાર્ષિક 18 ટકા વ્યાજ પણ વસૂલવામાં આવશે. સ્મૃતિ ઇરાની પર આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ અને આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત ચાવડાએ લગાવ્યા છે.

અમિત ચાવડાએ એક બાદ એક ટ્વિટ કરીને સ્મૃતિ ઇરાની પર આક્ષેપ કર્યા કે સ્મૃતિ ઇરાનીએ આણંદ જિલ્લાના માઘરોલને મોડલ વિજેલ બનાવવા માટે દત્તક લીધુ અને ત્યાર બાદ સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવતા ફંડમાં ભ્રષ્ટાચાર કરાયો. સ્મૃતિ ઇરાનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે સાંસદ ફંડનો ઉપયોગ કર્યો. એટલુ જ નહીં સ્મૃતિ ઇરાની અને તેમના સ્ટાફે અધિકારીને શારદા મજૂર કામદાર સહકરી મંડળીને કોન્ટ્રાક્ટ આપવા મજબૂત કરી. પીએમએલએડી યોજના હેઠળ એક ગૃપને 50 લાખથી વધુનો કોન્ટ્રાક્ટ આપી ન શકાય પરંતુ આ નિયમોનું પણ પાલન ન કરાયું અને આ મંડળીને ઘણી વખત 50 લાખથી વધુના કામનો કોન્ટ્રાક્ટ અપાયો. જૂન 2017ના મહિનામાં તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યુ કે કામ આશા અનુસાર ન થયુ અને અનુમાનિત તથા વાસ્તવિક ખર્ચમાં ઘણી વિસંગતતા જોવા મળી. ઘણા કામ પણ આ સહકારી મંડળીએ પૂર્ણ કર્યા ન હતા છતાં પણ તેની ચુકવણી થતી રહી.

અમિત ચાવડાએ કહ્યું કે મેં ગુજરાત હાઇકોર્ટમાં 2017માં એક જનહિત અપીલ દાખલ કરી હતી અને શક્તિ તથા ધનના દુરુપયોગને બહાર લાગ્યો હતો. આજે હું ખુશ છુ કે આણંદ જિલ્લા કલેક્ટરે સ્મૃતિ ઇરાનીના પ્રતિનિધિ, શારદા મજૂર કામદાર સહકારી મંડળીને 18 ટકા વાર્ષિક વ્યાજ સાથે 4.8 કરોડ રૂપિયા પરત સરકારમાં જમા કરવા આદેશ કર્યો છે.