મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સ્વરાભાસ્કરને લુક ઉપરાંત તેના બેખોફ અંદાજને કારણે જાણવામાં આવે છે. સ્વરા હાલમાં પોતાની અપકમિંગ મૂવી વીરે દી વેડિંગના પ્રમોશનને લઈને બિઝી છે. પોતાની ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા એક ચેન સ્મોકરનું કિરદાર નિભાવી રહી છે. હવે આ ફિલ્મના રિલીઝ હોવાથી પહેલા તેણે એક મોટો ખુલાસ કર્ય છે. સ્વરાએ કહ્યું કે હવે તે ક્યારેય પણ ઓનસ્ક્રીન સ્મોકિંગ નહીં કરે. સ્વરા આ પહેલા પોતાની ફિલ્મ અનારકલી ઓફ આરામાં સ્મોક કરતી નજરે પડી ચુકી છે.

સ્વરાએ કહ્યું કે, આ ફિલ્મ બાદ તે ઓનસ્ક્રીન સમોકિંગ કરવાનું બંધ કરી દેશે. સ્વરા અનારકલી ઓફ આરા ફિલ્મમાં બીડી પીતી નજરે પડી હતી. એક રિપોર્ટ મુજબ સ્વરાએ કહ્યું કે આ ખુબ જ ભયાનક હતું કારણ કે મને તે પછી થનારા nausea અને dizziness જેવા દુષ્પ્રભાવોને પણ સહન કરવા પડ્યા હતા.

તેણે કહ્યું કે, કારણ કે નિર્દેશક શશાંક ઘોષ ચાહતા હતા કે મારી સ્મોકિંગ બિલકુલ વાસ્તવિક લાગે તો તે અવારનવાર મને કહેતા હતા કે તુ ઠીકથી સ્મોક નથી કરી રહી. એક મોટી પ્રોબલેમ એ હતી કે તે મારા કિરદારનો એક ભાગ હતો. સ્વરાને ફિલ્મ માટે એક સીનમાં સિગાર પણ પીવી પડી હતી જેને યાદ કરતા તેણે કહ્યું કે તે ખરેખર ઘટીયા વસ્તુ હતી જેને મેં ટેસ્ટ કરી છે.