મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે શુક્રવારે બોલ ટેમ્પરિંગના વિવાદના 8 મહિના બાદ મીડિયા સાથે વાતચિત કરી હતી. તેણે કહ્યું, 1 વર્ષના પ્રતિબંધ સામે અપીલ નથી કરી. હું ઈચ્છું છું કે ભુલને સ્વીકાર કરું અને પોતાના પર જવાબદારી લઉં. તે મારા કરિયરનો સૌથી ખરાબ સમય હતો. હવે વર્લ્ડ કપ 2019થી વાપસી કરવા પર ધ્યાન છે. સાથે જ ઈંગલેન્ડ સામે એશેઝ માટે પણ તૈયારી કરી રહ્યો છું. સ્મિથ આ વર્ષે માર્ચમાં સિડનીમાં મીડિયા સામે આવ્યો હતો, ત્યારે તે સહુની સામે રડવા લાગ્યો હતો.

સ્મિથે કહ્યું, તે હજું ઠંડા મગજથી બસ અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે, તેનું ફોકસ ટીમમાં વાપસી કરવા પર છે. હું ઈંગલેન્ડની મેજબાનીમાં થનાર વર્લ્ડ કપ અને એશેઝ બંનેની તૈયારીમાં લાગ્યો છું. ત્યાં રમવાનું મુશકેલ હશે.

ટીમ પેનની કપ્તાનીને લઈને તેણે કહ્યું, પેનએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુબ સરસ પ્રદર્શન કર્યું છે. બીજી બાજું, ફિંચએ વનડેમાં ટીમને સંભાળી છે, પરંતુ શરૂઆત શારી ન રહી. હું આ બંનેના નેતૃત્વમાં રમવા તૈયારી છું. જ્યાં સુધી સંભવ હશે તેમની મદદ કરીશ.

તેણે વધુમાં કહ્યું કે, હજુ હું કેપ્ટન બનવાને લઈને વિચારી નથી રહ્યો, મારું ધ્યાન માત્ર ટીમમાં પોતાની જગ્યા બનાવવાની છે. મારો કેપ્ટન જે પણ રહેશે હું તેની મદદ કરીશ. હાલ પોતાને ખેલ માટે પુરી રીતે તૈયાર કરી રહ્યો છું.

દ. આફ્રિકાના સામે આ વર્ષમાં માર્ચમાં કેપ્ટાઉન ટેસ્ટ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ છી સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ત્યાં કૈમરુન બૈનક્રૉફ્ટ પર 9 મહિના માટે પ્રતિબંધ આપવામાં આવ્યો હતો. 30 માર્ચ 2019એ પ્રતિબંધ પુર્ણ થઈ જશે. સ્મિથ મેચ પ્રેક્ટીસ માટે કેટલીક ઘરેલું ટિ-20 ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. સાથે જ તે સદરલેન્ડ સાથે સિડની ગ્રેડ ક્રિકેટમાં હાથ અજમાવી રહ્યો છે.