મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: મુંબઈમાં નેવીના પૂર્વ અધિકારીને માર મારવાનો મામલો વધતો જણાય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ શિવસેના કાર્યકરોની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ કેસમાં સમતા નગર પોલીસે અત્યાર સુધીમાં 6 શિવસેના કાર્યકરોની ધરપકડ કરી છે. જેમાં શિવસેના શાખાના વડા કમલેશ કદમ પણ છે. તમને જણાવી દઇએ કે શુક્રવારે ભાજપના ધારાસભ્ય અતુલ ભટખલકરે આરોપ લગાવ્યો છે કે નેવી અધિકારી પર હુમલો શિવસેનાના કાર્યકરોએ એટલા માટે કર્યો કે ઉદ્ધવ ઠાકરેનું એક કાર્ટૂન ફોરવોર્ડ કર્યું હોવાથી હુમલો કર્યો હતો.

પકડાયેલા શિવસેના કાર્યકરોમાં કમલેશ કદમ ઉપરાંત સંજય શાંતારામ, રાકેશ રાજારામ, પ્રતાપ મોતીરામજી, સુનીલ વિષ્ણુ દેસાઇ અને રાકેશ કૃષ્ણનો સમાવેશ થાય છે. પીડિત દ્વારા નોંધાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર કમલેશ કદમ નામના વ્યક્તિએ ફોન કરીને પોતાનું નામ અને સરનામું પૂછ્યું, ત્યારબાદ તેને બોલાવી બપોરે મકાનની નીચે હુમલો કર્યો. હુમલોની આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યા છે.

આ ઘટના અંગે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, 'ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના..નિવૃત્ત નેવી ઓફિસરને ગુંડાઓએ એટલા માટે માર માર્યો  કારણ કે તેણે ફક્ત એક વોટ્સએપ ફોરવર્ડ કર્યું હતું. આ ને રોકો, આદરણીય ઉદ્ધવ ઠાકરે. અમે આ ગુંડાઓ પર કડક કાર્યવાહી અને સજાની માંગ કરીએ છીએ.