મેરાન્યૂઝ નેટવર્ક.હરિયાણાઃ રણજીત સિંહ હત્યાકાંડ મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે શુક્રવારે ડેરા પ્રમુખ રામ રહિમ સહિત પાંચ આરોપીઓને દોષી ટેરવ્યા છે. તમામ દોષિતોને 12 ઓક્ટોબરે સજા સંભળાવાશે. શુક્રવારે ઘટનામાં આરોપી ગુરમીત રામ રહીમ અને કૃષ્ણ કુમારને વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં જ આરોપી અવતાર, જસવીર અને સબદિલ પ્રત્યક્ષ રૂપે કોર્ટમાં રજૂ થયા હતા.

આ ઘટનામાં શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. અદાલતે આ મામલામાં પહેલા નિર્ણય 26 ઓગસ્ટે સંભળાવ્યો હતો. ફરિયાદ પક્ષના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે 19 વર્ષ જુના આ કેસમાં ગત 12 ઓગસ્ટે બચાવ પક્ષની અંતિમ ચર્ચા પુરી થી ગઈ ઙતી. સીબીઆઈ જજ ડો. સુશીલ કુમાર ગર્ગની અદાલતમાં અંદાજે અઢી કલાક ચર્ચા બાદ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે.

Advertisement


 

 

 

 

 

10 જુલાઈ 2002એ ડેરાની સંચાલક સમિતિના સભ્ય રહેલા કુરુક્ષેત્રના રણજીત સિંહની હત્યા થઈ હતી. ડેરા સંચાલકને શંકા હતી કે રણજીત સિંહએ સાધવી યૌન શોષણની બેનામી ચિઠ્ઠી પોતાની બહેનથી પાસેથી જ લખાવડાવી હતી. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીતના પિતાએ જાન્યુઆરી 2003માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માગ કરી હતી. સીબીઆઈએ મામલાની તપાસ કરતા આરોપીઓ પર કેસ દાખલ કર્યા હતા. 2007માં કોર્ટે આરોપીઓ પર ચાર્જ ફ્રેમ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુરમીત રામ રહીમને સાધવીઓના યૌન શોષણના કેસમાં પહેલાથી જ 20 વર્ષની સજા થઈ ચુકી છે અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં તેને ઉંમર કેદની સજા સંભળાવતા તે જેલમાં દિવસો વિતાવી રહ્યો છે. રામ રહીમને આ પહેલા સીબીઆઈ જજ રહેલા જગદીપ સિંહે સજા સંભળાવી હતી. જગદીપની આ જ વર્ષે ટ્રાન્સફર થઈ ગઈ હતી. તેમની જગ્યાએ ચંદીગઢમાં સીબીઆઈ જજ રહેલા ડો. સુશીલ ગર્ગને પંચકૂલા સીબીઆઈની ખાસ અદાલતમાં નિયુક્ત કરાયા હતા.