મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજવસ્તુનું પરિવહનજ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે અરવલ્લી જીલ્લામાં હાલ મગફળી, ડાંગર અને સોયાબીન કાઢવાની સીઝન છે. જેમાં ખેડૂતો થ્રેસર અને હાર્વેસ્ટર સહીત ડીઝલ સંચાલીત વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે ડીઝલનો ભાવ વધતા ખેડૂતોને ખેત સાધનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે.

ડીઝલના ભાવ વધતા ખેડૂતોને પ્રતિ વીઘે ૬૦૦ રૂપિયાથી વધુ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે બીજીબાજુ પંજાબ થી દર વર્ષે શીખ સમુદાયના વેપારીઓ હાર્વેસ્ટર સહીત અન્ય ખેત ઉપયોગી વાહનો લઇ ગુજરાતમાં ખેતરમાંથી પાક લણવાનું કામ કરવા પહોંચી રહ્યા છે ડીઝલમાં અસહ્ય ભાવ વધારો થતા પૂરતા ભાવ ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વડાપ્રધાન મોદીને ખેડૂતો અને ખેત વાહન ચલાવતા લોકો ડીઝલના ભાવ ઘટાડે તેવી આજીજી કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

પંજાબ થી હાર્વેસ્ટર સહીત વિવિધ ખેત વાહનો સાથે રોજીરોટી મેળવવા પહોંચેલ શીખ સમુદાય ડીઝલમાં થયેલ તોતીંગ વધારાથી રોજીરોટી મેળવવી મુશ્કેલી અનુભવી રહ્યા છે શીખ ખેડૂતોના જણાવ્યા અનુસાર ડીઝલના ભાવમાં વધારો થતા ખેત વાહનો ચલાવવા પરવડતા નથી અને ખેડૂતો પણ ભારે મહેનત પછી ખેતીમાંથી થતી ઉપજમાંથી ભારે નુકશાન ભોગવવું પડી રહ્યું છે ખેડૂતોએ પણ ડીઝલના ભાવ વધતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો હોવાનું જણાવ્યું હતું.

મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચેલા શીખ ખેડૂતે વડાપ્રધાન મોદી સામે શખ્ત વિરોધ નોંધવાની સાથે સમગ્ર દેશના ખેડૂતોના હિત માટે દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂતોને સમર્થન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની માંગ સાંભળતા ન હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે. બીજી તરફ ખેડૂતોને ડીઝલ તો બજાર ભાવેજ ખરીદવું પડે છે. આથી એમાં કોઇ જાતની રાહત મળતી નથી. જો ટેકાના ભાવમાં સરકાર વધારો કરી દે તો ખેડૂતોની કમાણી જળવાઇ રહે. તો જેઓને પોતાની જણસ યાર્ડ સુધી પહોંચાડવાની છે તેના વાહન ભાડામાં પણ વધારો થવાનો જ છે. આમ ખેડૂતોને જણસ તૈયાર કરવાથી લઇને વાહન ભાડાંનો માર પડવાનો છે એ નક્કી છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.