મેરાન્યૂઝ નેટવર્ક.પુણેઃ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનની ભારતમાં જલ્દી જ ટ્રાયલ શરૂ થવાની છે. ઓગસ્ટના અંતમાં થનારા વેક્સીનના માનવ પરીક્ષણ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટથી 4000થી 5000 વોલનટિયર્સને નક્કી કરવામાં આવશે. સ્થાનીક ઉત્પાદક સીરમ ઈંસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ આશા વ્યક્ત કરી છે કે જો બધું જ યોગ્ય રહ્યું તો આગામી વર્ષે જુન સુધીમાં વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીને કોરોના વેક્સીનના ટેસ્ટ રિઝલ્ટથી સંતોષજનક પરિણામ મળવા લાગ્યા છે અને હવે યુકેમાં તેને મોટા પ્રમાણમાં શરૂ કરી દેવાયા છે. ભારતમાં ઓક્સફોર્ડએ આ વેક્સીનના ઉત્પાદન માટે એસઆઈઆઈને નક્કી કર્યું છે જે વેક્સીનને લઈને અંતિમ સહમતી મળવાથી પહેલા તેનો ફિલ્ડ ટ્રાયલ કરાવશે.

વેક્સીન ટ્રાયલના માટે નક્કી કરાયા પુણે-મુંબઈના હોટસ્પોટ

પુણેમાં બુધવાર સુધી 59000થી વધુ કોરોના કેસ દાખલ થયા છે જ્યારે મુંબઈમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લાખથી પણ વધુ પર પહોંચી ગયો છે. પુરા મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં અડધા ફક્ત આ બે જ શહેરોમાં છે. એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, મુંબઈ અને પુણેમાં વેક્સીન ટ્રાયલ માટે અમે ઘણા સ્થાનોને શોર્ટલિસ્ટ કર્યા ચે. આ શહેરોમાં કોરોના સૌથી વધુ હોટસ્પોટ છે. જેનાથી અમે વેક્સીનની અસરનું આકલન કરી શકીશું.

પરવાનગી મળ્યા બાદ શરૂ થશે ટ્રાયલ

એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાએ કહ્યું કે ભારતના દવા મહાનિયંત્રકની પરવાનગી મળ્યા બાદ વેકસીનનો ફેઝ 3 ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કંપની ટ્રાયલ શરૂ કરવાને લઈને બે દિવસની અંદર દવા મહાનિયંત્રકને ત્યાં લાયસન્સ માટે અરજી કરશે. ત્યાંથી એક થી બે અઠવાડિયામાં પરવાનગી મળી જવાની આશા છે. તેના પછી અંદાજે ત્રણ અઠવાડિયા વોલંટિયર્સને હોસ્પિટલ્સમાં લાવવામાં લાગશે. તે રીતે એકથી દોઢ મહીનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે.

એક વેક્સીનની કિંમત કેટલી હશે

આદાર પૂનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઈરસ પૂનાવાલાએ કહ્યું કે એસઆઈઆઈની ભારતમાં રૂપિયા 1 હજાર પ્રતિ વેક્સીન યા તેનાથી ઓછામાં વેચવાનું લક્ષ્ય છે. આદરએ કહ્યું કે જો શરૂઆતના ટ્રાયલમાં સફળતા મળશે તો કંપની આ વર્ષના અંત સુધીમાં ત્રીસથી ચાલીસ કરોડો ડોઝ તૈયાર કરી લેશે. તેમણે કહ્યું કે એસ્ટ્રાજેનેકા સાથે જે કરાર થયો છે તે અનુસાર, એસઆઈઆઈ ભારતમાં 70 બીજા મીડલ ઈન્કમ વાળા દેશો માટે 1 અબજ વેક્સીન ડોઝ બનાવી શકે છે.

માનવ  પરિક્ષણમાં સારા પરિણામો

એસ્ટ્રાજેનેકાએ નિવેદન જાહેર કર્યું કે, ઓક્સફર્ટ યૂનિવર્સિટીની આગેવાનીમાં થયેલા પહેલા અને બીજા ચરણમાં COV001 પરીક્ષણમાં વેકસીનના  SARS-CoV-2 વાયરસ સામે તાકતવર રોગ પ્રતિરોધક ક્ષમતાનું પ્રદર્શન કર્યું. વૈજ્ઞાનિકોએ સોમવારે કહ્યું કે ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસની વેક્સીન સુરક્ષીત જણાઈ રહી છે. તેનાથી શરીરમાં તાકાતવર રોગ પ્રતિકારક ક્ષમતા પેદા થઈ છે.