મેરાન્યૂઝ નેટવર્ક.કર્ણાટક: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ત્યાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે આરએસએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવા માગે છે.

સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે યેદિયુરપ્પાને આ વર્ષે એપ્રિલમાં દૂર કરવામાં આવશે. શનિવારે કર્ણાટક પ્રવાસ પર ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ના માત્ર બીએસ યેદિયુરપ્પા જ તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો કરશે, પરંતુ આગામી ચૂંટણીમાં ભાજપ બહુમત સાથે ફરીથી સરકાર બનાવશે.

અમિત શાહે શનિવારે કર્ણાટક રાઉન્ડ દરમિયાન કહ્યું હતું કે હું કોંગ્રેસના નેતાઓનાં નિવેદનો વાંચું છું, કર્ણાટકમાં આ થશે, તે થશે, પણ હું રાજ્યમાં બધાને કહેવા માંગુ છું કે, ભાજપ સરકાર ના માત્ર  ફક્ત આ પાંચ વર્ષની મુદત પૂરી કરશે, પરંતુ તે આગામી ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશે.

અમિત શાહના આ નિવેદન પછી, વિપક્ષી નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમિત શાહએ  યેદીયુરપ્પાના નામ પર મહોર લગાવાઈ હોવા છતાં, રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ ઇચ્છે છે કે, બીએસ યેદિયુરપ્પાને એપ્રિલ પછી મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે.

જણાવી દઇએ કે કર્ણાટકમાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં, બીએસ યેદિયુરપ્પાએ પોતાનું પ્રધાનમંડળ વધાર્યું હતું પરંતુ ઘણા ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું ન હતું, ત્યારબાદ તેઓ ખૂબ નારાજ હતા. જોકે, રવિવારે અમિત શાહે જાહેરમાં યેદિયુરપ્પાની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે સરકારે ખેડુતોના હિત માટે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે અને કેન્દ્રની તમામ યોજનાઓ લાગુ કરી છે. જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જ કર્ણાટક પ્રવાસ પર હતા.