મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રાજ્યમાં ઘુસાડાતા વિદેશી દારૂને અટકાવવા સઘન પેટ્રોલિંગ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાસી લેતા દરરોજ હજ્જારો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. રતનપુર ચેકપોસ્ટ નજીક વિદેશી દારૂ ભરેલ પીકઅપ ડાલાને પાયલોટિંગ કરતી આઈ-૧૦ કાર ને ઝડપી પાડી પીકઅપ ડાલામાં ડિસ્પોઝેબલ ગ્લાસ ભરેલ ખોખાની આડમાં સંતાડીને ઘુસાડાતા ૭૪ હજાર રૂપિયાના વિદેશી દારૂના જપ્ત કરી બે બુટલેગરોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અણસોલ ગામની સીમમાં વાહનોનું ચેકીંગ હાથધરતા ડિસ્પોઝેબલ ગ્લાસનાં ખોખા ભરેલ પીકઅપ ડાલા (ગાડી.નં.GJ 02 VV 7062 ) ને અટકાવી તલાસી લેતા ડિસ્પોઝેબલ ગ્લાસનાં ખોખા હટાવતા વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કીં.રૂ.૭૪૪૮૪/- નો જથ્થો જપ્ત કરી ડ્રાઈવર રોહિત નાગજી રાવળ (રહે, કડા, તા-વિસનગર, મહેસાણા) ની અટક કરી પીકઅપ ડાલાનું પાયલોટિંગ કરતી આઈ-૧૦ કાર (ગાડી. નં. GJ 18 BJ 0666 ) ને પકડી પાડી કાર ચાલક અલ્કેશ વિષ્ણુ પટેલ (રહે, સુનસી, તા-વિસનગર, મહેસાણા)ની ધરપકડ કરી, પીકઅપ ડાલુ, આઈ-૨૦ કાર અને આરોપીઓ પાસેથી જપ્ત કરેલ મોબાઈલ નંગ-૩ મળી કુલ રૂ.૫૨૬૯૮૪/- નો મુદ્દામાલ જપ્ત કરી ઉદેપુર શહેરની બહાર આવેલ ઠેકા પરથી 

પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓને જેલના હવાલે કરી અજાણ્યા બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.