મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાંથી બુટલેગરો દારૂ ઘુસાડવાના નવા નવા પેંતરા અપનાવી રહ્યા છે જોકે જિલ્લા પોલિસ સતત આવા બુટલેગરો પર બાજ નજર રાખી તેમના મનસૂબા પર પાણી ફેરવતું હોય તેવું લાગી રહ્યું છે. શામળાજી પોલિસ સ્ટેશનના પીએસઆઇ કે. વા. વ્યાસ અને તેમની ટીમ અણસોલ ગામ નજીક રતનપુર સીમમાં નાકાબંધીમાં હતી.

આ અરસામાં રાજસ્થાન તરફથી આતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સેન્ટ્રો કારનું ચેકિંગ હાથ ધરતા સીટ પાસેના ગુપ્ત ખાનામાંથી પોલિસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 168 નંગ જેની કિંમત ₹ 50,400 તેમજ હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર DL 4C S 1582 જપ્ત કરી છે, જેની કિંમત ₹ 1,00,000 છે. આ સાથે જ પોલિસે બે આરોપીઓ (1) આશિષ જાંટ, રહે હરિયાણા, (2) વેદપાલ જાંટ, રહે હરિયાણા તથા વૉન્ટેડ આરોપી (3) અનિલ નામના આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસમગ્ર મામલે પોલિસએ કુલ ₹ 1,52,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે પોલિસે 2 મોબાઇલ પણ કબજે કર્યા છે.