મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ૪ વર્ષ અગાઉ શામળાજી નજીક આવેલા ભવાનીપુર ગામની ૧૭ વર્ષીય સગીરાનું બાઈક પર અપહરણ કરી ચપ્પાની અણીએ દેવનીમોરી ગામ નજીક બે મિત્રોની મદદગારી થી ખેતરમાં ત્રણ દિવસ ગાંધી રાખી બળાત્કાર ગુજારતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કોર્ટ માં કેસ ચાલી જતા સરકારી વકીલ ડી.એસ પટેલ ની ધારદાર રજૂઆતને પગલે મોડાસા એડિશનલ સેશન કોર્ટના જજ એ.કે રાવે આરોપીને ૧૦ કેદ ની સજા ફટકારી ૧ હજાર દંડ ફટકારતા પીડિતા અને તેના પરિવારજનોને ન્યાય મળતા આશ્વત બન્યા હતા

ભિલોડાના ભવાનીપુર નજીક બસ સ્ટેન્ડ પાસે ઉભેલી ૧૭ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી માલપુરના પરસોડાનો ભાવેશ રમેશભાઈ ખાંટ બાઈક પર શામળાજી બસસ્ટેન્ડ મૂકી દઉં તેમ જણાવી બાઈક પર બેસાડી દેવની મોરી ગામ તરફ લઈ જતા સગીરાએ બચવા બુમાબુમ કરતા ચપ્પાની અણીએ અપહરણ કરી નિર્જન સ્થળે ખેતરમાં લઈ જઈ અન્ય બે મિત્રોની મદદ મેળવી ત્રણ દિવસ ગાંધી રાખી બળાત્કાર ગુજારતા શામળાજી પોલીસ સ્ટેશને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરાતા કેશ કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને ૧ હજાર રૂપિયા રોકડની સજા ફટકારી અન્ય બે મદદગારી કરનાર મિત્રોને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા.