મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મામલામાં તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે સોમવારે કહ્યું કે તપાસમાં ખબર પડી રહી છે કે તેમને બાઈપોલર ડિસઓર્ડર હતો અને તે દવાઓ લઈ રહ્યા હતા. મુંબઈ પોલીસે ડોક્ટરના હવાલાથી તપાસમાં આ વાત કહી છે. પોલીસે એ પણ કહ્યું કે સુશાંત સિંહે 14 જુને પોતાની મોત પહેલા આખરી દિવસોમાં ગુગલ પર વગર દર્દએ મરવાના રસ્તાઓ સર્ચ કર્યા હતા. તેમણે તેની જાણકારી આપી કે તે વારંવાર ગૂગલ પર પોતાના પૂર્વ મેનેજર દિશા સાલિયાન જેનું મોત 9 જુનએ થઈ ચુક્યું હતું તેનું નામ અને કોઈ માનસિક બિમારી અંગે જાણકારી સર્ચ કરી રહ્યા હતા. ત્યાં જ તેમણે મોત પહેલા અંતિમ કલાકોમાં પોતાનું નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું.

પોલીસે કહ્યું કે તેમને આ જાણકારીઓ સુશાંતના મોબાઈલ ફોન અને લેપટોપ પરથી મળી છે. પોલીસનું માનવું છે કે તેમના ગૂગલ સર્ચ હિસ્ટ્રી જોઈને લાગે છે કે દિશા સાલિયાનની આત્મહત્યાના સમાચારો સાથે કાંઈક લીંક ના અંદેશાથી તે પરેશાન થઈ રહ્યા હશે. 

પોલીસ ચીફ પરમ બીર સિંહે કહ્યું કે, આ સામે આવ્યું છે કે તેમણે બાઈપોલર ડિસઓર્ડર હતો અને તે દવાઓ પણ લઈ રહ્યા હતા. તેમના મોતનું કારણ કઈ બાબત છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. મુંબઈ પોલીસ તરફથી એ પણ કહેવાયું કે તપાસમાં કોઈ નેતાનું નામ સામે આવ્યું નથી, જેમ કે સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે. સિંહે કહ્યું કે, કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતા સામે કોઈ પુરાવા મળ્યા નથી.