મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ લગભગ તમામને અચંબામાં મુકી દીધા છે. બોલિવુડને પણ પોતાની હરકતોમાંથી શિખવાની વાત કરી ગયો છે. તેના મૃત્યુથી પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એકનો એક વ્હાલસોયો દિકરો ગુમાવ્યા પછી પિતાની હાલત શું છે તેની પણ આપ કલ્પના કરી શકો છો. સુશાંત સિંહ રાજપૂતે કેમ આત્મહત્યા કરી તે અંગે ઘણા પ્રશ્નો છે પરંતુ તેણે જાતે જ મરતા પહેલા પોતાની મોતનું કારણ ટ્વીટ દ્વારા જણાવી દીધું હતું પરંતુ તુરંત તે ટ્વીટ ડીલીટ પણ કરી નાખ્યા હતા તેની સાથે કેટલાક ટ્વીટ કટીંગ્સ વાયરલ થયા છે. તેણે આવા ત્રણ ટ્વીટ કર્યા હતા જેને તેણે ડિલીટ કરી નાખ્યા છે. અહીં તે ત્રણેય ટ્વીટ રજુ કરી રહ્યા છીએ. આ પ્રકારના અહેવાલ દૈનિક ભાસ્કર હિન્દી.કોમ, ન્યૂઝ ટ્રેક લાઈવ, સંદેશ સહિત ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પર છે. સાથે જ દૈનિક ભાસ્કર, આઈડબ્લૂએમબજજ ન્યૂસ સહિત ઘણી ન્યૂઝ વેબસાઈટ્સએ આ ટ્વીટ પર શંકા પણ વ્યક્ત કરી છે.

પ્રથમ ટ્વીટઃ ‘આપણને સ્વાસ્થ્ય કેવુ છે, આપણી માનસિક સ્થિતિ કેવી છે આપણા વિચારો શુ ચાલી રહ્યા છે, આપણા જીવનમાં શું ચાલી રહ્યુ છે આ વિશે કોઈ પૂછતુ નહોતું. આપણી સાથે આ રીતનું વર્તન કરવામાં આવે છે હું આ બધી બાબતોમાંથી પસાર થયો છું અને આ રીતના પ્રયાસોથી હું હવે થાકી ગયો છું, મે આ ક્ષેત્રે લાંબી મુસાફરી કરી છે. મને ખબર નથી કે હું આ ટ્વીટ શા માટે કરું છું.’

બીજું ટ્વીટઃ 'મેં મારા જીવનની ઘણી મુશ્કેલીઓમાં લડ્યા છુ હું ટૂંક સમયમાં આ ટ્વીટને ડીલીટ કરી નાખીશ, તમારામાંથી કેટલાક લોકો જાણી લે કે આ સફળતાથી હું તંગ આવી ગયો છુ, મારે પ્રસિદ્ધિ નથી જોતી. ખુબ આરામદાયક ભલે આ લાગતુ પણ આને સંભાળવુ ખુબજ મુશ્કેલ છે.'

ત્રીજું અને અંતિમ ટ્વીટઃ હું આ બધુ જ ખતમ કરવા જઈ રહ્યો છુ એક નવા અંત માટે દૂર જઈ રહ્યો છુબની શકે ત્યાર પછી લોકો એક બીજા સાથે સારી રીતે વાત કરવા લાગે. પોતાના વિચારોને અંદર રાખતા અટકી જાય. ફરી મળીશુ દુનિયાની બીજી તરફ ગુડ બાય. જોકે આ તમામ બાબતો બાદ એ બાબત પણ સામે આવી હતી કે આ વાયરલ થયેલા ટ્વીટ્સ ફેક છે, કોઈ શખ્સે જાણી જોઈને ખોટા મેસેજ વાયરલ કર્યા છે જે સંદર્ભે ઓલ્ટ ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં તે ખોટો મેસેજ હોવાનું પણ ઉલ્લેખ્યું છે. જે આપ અહીં ક્લીક કરી જાણી શકો છો. (સુશાંત સિંહના ટ્વીટ)