મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી તેનો પરિવાર તે આઘાતથી બહાર આવી રહ્યો નથી. ત્રણ બહેનો પછી સુશાંત ઘરમાં સૌથી નાનો અને લાડકો ભાઈ હતો. તેની બહેન શ્વેતા સિંહ કિર્તી સોશિયલ મીડિયા પર સતત તેના સાથે જોડાયેલી યાદોને શેર કરી રહી છે. આ વખતે શ્વેતાએ સુશાંતની યાદમાં હાથેથી લખેલી એક નોટ શેર કરી છે. બીજી બાજુ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આત્મહત્યા છે કે હત્યા, મૃત્યુની નિષ્પક્ષ તપાસની માગ પરિવાર સાથે બોલીવુડના ઘણા કલાકારોએ કરી છે. પિતાએ પહેલા દિવસથી જ સીબીઆઈ તપાસની માગ કરી છે. શનિવારે તેમણે આ બાબતે કથિત ટ્વિટ કરીને પોતાની વાત મુકી છે. તેમણે કહ્યું કે તેમનના દિકરાની આત્મા રડીને સીબીઆઈ તપાસની માગ કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે તે સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છે.

શ્વેતાએ સોશિયલ મીડિયા પર આ નોટ જાહેર કરી છે. સાથે જ કેપ્શનમાં તેણે ઘણા હાર્ટ શેપ ઈમોજી મુક્યા છે. શ્વેતાએ પોતાની ભાવુંક નોટમાં લખ્યું છે કે. તુ સૌથી પહેલા છે, લવ યૂ, ભાઈ સુશાંત.

આ પહેલા શ્વેતાએ પોતાની દીકરી અને સુશાંત સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું, સ્વિટહાર્ટ, Freyju 

પોતાના મામૂ સાથે. આપને જણાવી દઈએ કે ફેસબુક એકાઉન્ટ પર સુશાંતને લઈને ઘણી પોસ્ટ કરી હતી પરંતુ બાદમાં તેણે તે ડીલીટ કરી દીધી હતી.

શ્વેતાએ અન્ય એક તસવીર પણ શેર કરી હતી જેમાં સુશાંતને અંતિમ વિદાય અપાઈ હતી. સુશાંતની એક તસવીર સામે તેના પિતા બહેન શ્વેતા બંને બેસેલા છે. પરિવારના સદસ્યો સુશાંતને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ફેસબુક પર પોસ્ટ કરતાં શ્વેતાએ લખ્યું હતું. અંતિમ વિદાય અને પ્રેમ, સકારાત્મક ઉર્જા સાથે ભરેલો મારો નાનો ભાઈ. આશા છે તુ જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે. અમે તને હંમેશા પ્રેમ કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતાએ કહ્યું કે, તે બિહારના માટે ઘણું કરવા માગતો હતો. સુશાંત બિહારમાં સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ બનાવવા માગતો હતો. દુર્ભાગ્ય છે કે તે પોતાની ઈચ્છાઓ પુરી કરતા પહેલા જ આ દુનિયાથી જતો રહ્યો. સુશાંતને વિજ્ઞાન અને ચંદ્ર-તારલાઓમાં ઘણી રુચી હતી. એટલું જ નહીં તેણે ચંદ્ર પર પ્રોપર્ટી પણ ખરીદવાનું વિચાર્યું હતું. સુશાંત પાસે એડવાન્સ ટેક્નોલોજી ધરાવતું ટેલીસ્કોપ હતું જેનાથી તે ચંદ્રને અને બીજા ગ્રહોને નિહારતો હતો.

સુશાંતને મામલે કપિલ શર્માને એક યૂઝરે પૂછ્યો હતો અભદ્ર સવાલ, તેને આપ્યો આવો જવાબ

ટીવી હોસ્ટ અને કોમેડિયન કપિલ શર્માને ટ્વીટર પર લોકો પુછી રહ્યા છે કે તેણે સુશાંત સિંહ રાજપૂત મામલે મોંઢું કેમ સીવી લીધું છે. તેણે સુશાંત મામલે શોક વ્યક્ત કેમ કર્યો નહીં. સુશાંત સિંહે 14 જુને પોતાના મુંબઈ સ્થિત ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. એક યૂઝરે કપિલને પુછ્યું, 'જ્ઞાનચંદ, સુશાંત સિંહ રાજપૂત કે લીએ ભી ટ્વીટ કરો' યૂઝરએ આ ટ્વીટમાં અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો. જેનો કપિલે જવાબ પણ અભદ્ર ભાષામાં આપ્યો છે અને લખ્યું છે કે, મોઢું ત્યારે જ ખોલવું જ્યારે તમારી પાસે કોઈ ઉચિત કારણ હોય. કપિલના જવાબથી લોકોએ તેને ટ્રોલ પણ કરવાનો શરૂ કરી દીધો છે.