મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ ભલે શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર ટ્રસ્ટની રચના હજુ થઈ શકી નથી પરંતુ નિર્માણ પ્રક્રિયાની યોજનાના મંથનના નિષ્કર્ષ ધીમે ધીમે બહાર આવવા લાગ્યા છે. જેનાથી એ ખબર પડી શકે છે કે દેશ તથા દુનિયાના આકર્ષણ કેન્દ્ર બનેલા અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું ટેમ્પલેટ લગભગ ખેંચાઈ ચુક્યું છે.

મુખ્ય વાત એ છે કે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર અને તેમની જીજ્ઞાસાને સમેટીને બનનારા રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં એકલા ફક્ત ભગવાન રામ જ બાલ રુપમાં બિરાજશે. તેમની સાથે સીતાજી નહીં હોય. સીતાજીની પ્રતિમા મુખ્ય ગર્ભગૃહથી ઉપરના માળે હશે. જ્યાં ભગવાન રામનો પુરો દરબાર રહેશે.

રામ મંદિરની ચર્ચા આવતા જ દરેક વ્યક્તિની આંખો સામે જે દૃશ્ય આવી જાય છે તેમાં ભગવાન રામ સાથે બિરાજમાન સીતા, તેમના ચરણોમાં હનુમાનજી અને બીજી તરફ ભાઈ લક્ષમણ. જોકે તેવું નહીં થાય. ન સીતાજી હશે અને ન ભગવાન રામ સાથે તેમના અનન્ય ભક્ત હનુમાન, ભરત, લક્ષમણ તથા શત્રધ્ન પણ આ ગર્ભગૃહમાં નહીં હોય. એવું નથી કે તેમની મૂર્તિઓ મંદિરમાં જ નહીં હોય, હશે.

મંદિરમાં આ તમામ મૂર્તિઓ હશે પણ મુખ્ય ગર્ભગૃહથી ઉપરના માળે બનનારા રામ દરબારમાં. આમ તો વિચાર એવો પણ થઈ રહ્યો છે કે મંદિર આવનારા દર્શનાર્થિઓને ભગવાન રામ સાથે બાળ સ્વરૂપ ભરત, લક્ષમણ અને શત્રુધ્નની મૂર્તિઓના પણ દર્શન કરાવવા માટે નીચેા માળ પર સ્થાપિત ચારેય ભાઈઓના બાળ સ્વરૂપના દર્શન કરાવવામાં આવે, પણ આ પર હજુ અંતિમ નિર્ણય થયો નથી.

ખરેખર, જે વિવાદિત સ્થાન પર લગભગ 1500 વર્ગ ગજને લઈને સુપ્રીમ કોર્ટે ગત 9 નવેમ્બરે નિર્ણય આપ્યો છે. તેને શ્રી રામ જન્મ ભૂમી માનવામાં આવે છે. કહેવાય છે કે તે જ જગ્યા પર મહારાની કૌશલ્યાના સામે ભગવાન રામ પ્રગટ થયા હતા. શેષ ત્રણે ભાઈઓમાં ભરતનો જન્મ કૈકેયી અને લક્ષમણ તથા શત્રુધ્નનો જન્મ સુમિત્રાના મહેલમાં થયો હતો. તેથી ભગવાન રામના જન્મ સ્થાન પર બનનારા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ જ બાળ સ્વરૂપની જ પ્રતિમા સ્થાપિત થઈ શકે છે.

શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ અને અયોધ્યા આંદોલનના પ્રમુખ કિરદારોમાં શામેલ રહેનારા મહંત નૃત્યગોપાલ દાસ પણ તેની પૃષ્ટી કરે છે. તે કહે છે કે સંબંધિત સ્થળ પર બનનાર મંદિરના સ્થળ પર બનનાર મુખ્ય ગર્ભગૃહમાં ફક્ત ભગવાન રામ જ બાળ સ્વરૂપમાં બિરાજશે. કારણ કે પ્રભુના માતા સિતા સાથે વિવાહ તો તેમના પ્રગટ થયા પછીનો પ્રસંગ છે. જ્યારે તે પ્રગટ થયા તો મહારાની કૌશલ્યાના આગ્રહ પર બાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેથી મુખ્ય ગર્ભગૃહમાં બાળ સ્વરૂપ પ્રભુ શ્રી રામ જ બિરાજમાન રહેશે.