મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મૂઃ ભારતીય સેનાએ 18 જુલાઈએ જમ્મૂ-કશ્મીરના શોપિયામાં થયેલા વિવાદીત એન્કાઉન્ટર મામલામાં શામેલ જવાનોને દોષિત માન્યા છે. સેનાએ કહ્યું કે આરોપી જવાનો પર આર્મી એક્ટ અંતર્ગત અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓના માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ સ્થાનીક લોકો અને પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે કથિત એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય લોકો પિતરાઈ ભાઈઓ હતા અને શોપિયામાં શ્રમીક તરીકે કામ કરતા હતા.

આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓના માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે બીજી તરફ સ્થાનીકોએ કરેલા આક્ષેપોને પગલે કથિત એન્કાઉન્ટર પર શંકાના વાદળો ગુમવા લાગ્યા હતા. ભારતીય સેનાએ આ એન્કાઉન્ટરમાં શામેલ જવાનો પર કાર્યવાહી કરવાના નિર્ણય કર્યા છે. તેમણે જવાનોને દોષિત માન્યા છે.