મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાકિસ્તાનના એક સમયના ફાસ્ટ બોર્લર એવા પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાનને વલ્ડ કપ 2019માં સેમીફાઈનલમાં લઈ જવા માટે ભારતની મદદ માગી છે. સાંભળતાં થોડું વિચિત્ર લાગે પરંતુ આ હકીકત છે. શોએબએ પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ભારત હાલમાં નંબર વન બનવા માટે મેચ રમી રહ્યું છે અને તે ટોપ પર જ હશે. તે સમયે જો સેમીફાઈનલમાં ભારત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલ મેચ રમાય તો તે ઘણી રોમાંચક બનશે. તેણે કહ્યું કે જો ઈંગ્લેન્ડ ભારતની મેચમાં જો ઈન્ડિયા જીતી જાય તો પાકિસ્તાન આગળ વધી જશે. અને ભારત પાસે આ મદદની દરકાર છે.

શોએબએ કહ્યું કે, ભારત અફઘાન બેટ્સમેનોને મેચ્યોર નથી કરી શક્યું, અફઘાનિસ્તાન ટીમનું સ્થાનિક મેદાન એક સમયે રાવલપિંડી, પેશાવર હતું. અમે જ તેમના સંતાનોને તૈયાર કરતાં હતા પણ આજે તેઓ દિલ્હી અને નોઈડા ચાલ્યા ગયા છે. હવે દેહરાદૂન તેમનું હોમ ગ્રાઉન્ડ બની ગયું છે. ભારતે તેમના પર ઘણું રોકાણ કર્યું છે, પણ તેઓ અફઘાનિસ્તાનની બેટિંગને પરિપક્વ ન કરી શક્યા.