મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટે હવે ફક્ત એક દિવસ જ બાકી છે. 9 નવેમ્બરે જુની સરકારનો કાર્યકાળ પુરો થઈ જશે અને જો ત્યાં સુધી સરકાર નહીં બને તો સીએમએ રાજીનામું આપવું પડશે. 24 ઓક્ટોબરએ આવેલા પરિણામોમાં જ્યારે ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમત પ્રાપ્ત થયો હતો ત્યારે કઈએ નહીં વિચાર્યું હોય કે સરકારની રચના 15 દિવસ બાદ પણ નહીં થાય. શિવસેના અને ભાજપ હજુ પણ પોતાની વાત પર મક્કમ ઊભા છે. કથિત ખરીદ અને વેચાણથી સચેત થઈને શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધા છે. જે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે આવાસ માતોશ્રીથી થોડા જ અંતર પર છે. આમ પણ મહારાષ્ટ્રની રાજનીતિની આ માથાકુટ અગાઉ પણ જોવા મળી ચુકી છે.

મહારાષ્ટ્રમાં ગઠબંધનની વચ્ચે પહેલા તકરાર થઈ હતી તો વાત કરીએ 1999 મહારાષ્ટ્ર ચૂંટણીની તેમાં કોંગ્રેસ એનસીપીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. તેમની સામે હતું ભાજપ અને શિવસેનાની સત્તાધારી ગઠબંધન. પરિણામ આવ્યા તો કોંગ્રેસ 75 સીટો લઈ ગયું. એનસીપી 58 લઈ ગયું અને શિવસેના અને ભાજપએ મળીને 125 સીટ પર જીત મેળવી હતી. જેમાં શિવસેનાની 69 અને ભાજપની 56 સીટ હતી. જોકે બહુમતનો આંકડો ન હોવાને કારણે સરકાર ન બની શકી. આ દરમિયાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે વાતો શરુ થઈ અને પરિણામના 11 દિવસ બાદ કોંગ્રેસના વિલાસરાવ દેશમુખએ એનસીપી અને અન્ય બે દળોના સમર્થનમાં સીએમ પદની શપથ લીધી હતી.

તે પછી વર્ષ 2004ની ચૂંટણીમાં ગઠબંધન દળો વચ્ચે 2019 જેવો જ મતભેદ ઊભો થયો હતો. કોંગ્રેસ-એનસીપીએ મળીને 140 સીટ પર જીત હાંસલ કરી હતી જ્યારે શિવસેના અને ભાજપે મળીને 126 સીટ મેળવી હતી. તે પછી અપક્ષ ધારાસભ્ય પણ એનસીપી કોંગ્રેસ સાથે હતા પરંતુ પેચ ફસાઈ ગયા સીએમ પદને લઈને. એનસીપીને 71 સીટ મળી હતી અને કોંગ્રેસને 69. સૌથી મોટી પાર્ટી હોવાને કારણે એનસીપીએ પોતાના સીએમની માગ કરી. બંને વચ્ચે આ વાતને લઈને ગઠબંધન થયું હતું કે સૌથી મોટું દળ જ સીએમ પદ મેળવશે.

તે પછી કોંગ્રેસ એનસીપી વચ્ચે 16 દિવસ સુધી વાતચીત ચાલી રહી હતી. કોંગ્રેસે એનસીપીને ડેપ્યૂટી સીએમ પદ  ઉપરાંત ત્રણ એક્સ્ટ્રા કેબિનેટ પદની ઓફર પણ આપી હતી. 13 દિવસ સુધી પ્રદેશ વગર વિધાનસભાએ રહ્યો હતો. તત્કાલીન ગવર્નર મહોમ્મદ ફઝલે એનસીપી અને કોંગ્રેસને પોતાના મતભેદ દૂર કરવાનું કહ્યું હતું. આખરે નિર્ણય આવ્યાના 16મા દિવસ પછી વિલાસરાવ દેશમુખને ફરી મુખ્યમંત્રી પદ મળ્યું જ્યારે એનસીપીને ત્રણ કેબિનેટ પદ અપાયા.

ભાજપે ગુરુવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી જોડે મુલાકાત કરી અને સરકાર રચવામાં મોડું થવાને લઈને કાયદાકીય પક્ષોની ચર્ચા કરી હતી. ભાજપે એવું પણ કહ્યું કે તે હાલ સરકાર બનાવવાનો દાવો રજુ કરશે નહીં. એટલે કે સરકાર રચવાની રાહ હજુ લાંબો સમય જોવી પડી શકે છે. તે રસાકસીના અંત માટે ભાજપ પાસે બે વિકલ્પ છે યા તો તે શિવસેનાના 50-50 વાળા ફોર્મ્યૂલામાં હા પાડી દે. કે પછી સૌથી મોટી પાર્ટીના રુપમાં સરકાર રચવાનો દાવો કરે. તે માટે વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં ભાજપને બહુમત સાબિત કરવાનો રહેશે. પરંતુ તેવું થવામાં ભાજપ ફેલ થઈ તો શિવસેના- એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનનો રસ્તો ખુલ્લો થઈ જશે.