ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): જથ્થાબંધ કાચી કોમોડિટીની જબ્બર માંગને લીધે તમામ જહાજી રુટ પર નૂરમાં ઉછાળો આવતા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ૧૧ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. કેપસાઈજ પાનામેક્સ અને સુપ્રામેક્સ જહાજોના સમાવેશ સાથેના નૂરનો આ ઇંડેક્સ શુક્રવારે ૯૧ પોઈન્ટ અથવા ૨.૯ ટકાની વૃદ્ધિ સાથે ૩,૨૬૭ પોઈન્ટે પહોંચ્યો હતો, જૂન ૨૦૧૦ પછી આ સ્તર પહેલી વખત જોવા મળ્યું. છેલ્લા એકજ સપ્તાહમાં ઇંડેક્સ ૧૨ ટકા ઉછળ્યો હતો.

જો કોમોડિટી આવકની મોસમમાં ભાવની આ પેટર્ન જળવાઈ રહેશે તો, જહાજી નૂરનું શું થશે? એ એક માથાના દુખવા સમાન પ્રશ્ન છે. આનો જવાબ અત્યારે તો એ હોઇ શકે કે ઇંડેસ્ક ૪,૦૦૦ પોઈન્ટ પાર કરી જશે. નૂરબજારના ફંડામેન્ટલ્સ જોઈએ તો તે સૂચવે છે કે ૨૦૨૨માં પણ નૂરભાડા વધતાં રહેશે. ઉત્પટાંગ વધતાં ડ્રાય બલ્ક નૂર, વધશે કે નહીં તે બાબતે નૂર બ્રોકરોમાં પણ મતમતાંતર છે. કહેવાય છે કે ડ્રાય બલ્કના કેટલાંક ક્ષેત્રમાં નૂરના સ્પોટ ભાવ ટૂંકાગાળા માટે અફડાતફડી સાથે વધતાં રહેશે.

એક નૂર દલાલે કહ્યું કે મજબૂત ફંડામેન્ટલ્સ સાથે કોમોડિટી બજારમાં અત્યારે હકારાત્મક ચિત્ર ઉપસી રહ્યું છે, તે જોતાં દૈનિક ધોરણે તેજીવાળાનો હાથ ઉપર જ રહેવાનો. તમે જુઓ, બ્રાજીલ અને ચીન વચ્ચેના જૂન જુલાઇના ફોરવર્ડ બુકિંગ નૂર ૨૬થી ૨૭ ડોલર ઊંચા મુકાઇ રહ્યા છે. પણ ચીનના બજારમાંથી જે સમાચાર આવી રહ્યા છે તે, એવું સુચવે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. બલ્ક કેરિયરબજારની વાસ્તવિકતાનું ચિત્ર ગતવર્ષોમાંથી સુપેરે જાણી શકાય છે, ૨૦૧૭થી આપણે જોતાં આવ્યા છીએ કે આ મોસમ દરમિયાન નૂર કેવું સ્વરૂપ ધારણ કરે છે.

Advertisement


 

 

 

 

 

મેના આરંભે નોંધાયેલી ઊંચાઈથી બાલ્ટિક ઇંડેક્સ ૨૬ ટકા તૂટયો ત્યારે સપ્તાહો સુધી નૂર દલાલો કહેવા લાગ્યા હતા કે અનાજ, આયર્ન ઓર, કોલસો જેવી ચીજોના વાહન માટેના જથ્થાબંધ કાર્ગોના નૂરનો આંતરપ્રવાહ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. જો આવું બનશે તો અમે જહાજી કંપનીઓને ચેતવવા માંગી છીએ કે તેમનું ભવિષ્ય નૂરબજારના દરો સાથે જકડાયેલું છે તેઓ બાલ્ટિક ઇંડેક્સમાં પ્રતિબિંબિત થતાં દરોને આધારે, તેમના દરો અને સેવાઓના ભાવ નિર્ધારિત કરે, એવી નૂર દલાલો કહે છે.

પેસિફિક મહાસાગર કરતાં એટલાન્ટિક સમુદ્રના નૂર વધુ ઊંચા છે. આનું કારણ છે, અમેરિકાના ઈસ્ટકોસ્ટ અને ગલ્ફ ઓફ મેક્સિકોથી થતી સોયાબીન અને મકાઈ નિકાસની મોસમ ચાલુ છે. કેપસાઈજ ઇંડેક્સ ૨૦૨ પોઈન્ટ અથવા ૫ ટકા વધીને એક મહિનામની ઊંચાઈએ ૪,૨૧૨ પોઈન્ટ રહ્યો હતો. આટલુંજ નહીં ૭ ટ્રેડિંગ દિવસ સતત વધવાનો તાજેતરનો વિક્રમ પણ સ્થપાયો હતો. અલબત્ત, છેલ્લા એકજ સપ્તાહમાં ઉન્ડેક્સ ૨૦.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

૧.૫ લાખ ટન કોલસો અને સ્ટીલ જેવા કચામાલોનું વાહન કરતાં કેપસાઈજ જહાજોનું દૈનિક સરેરાશ નૂર શુક્રવારે ૧૬૧૫ ડોલર ઘટીને ૩૩,૪૧૫ ડોલર રહ્યું હતું. પાનામેક્સ ઇંડેક્સ શુક્રવારે ૧૪ પોઈન્ટ ઘટી ૩૫૪૪ પોઈન્ટ મુકાયો હતો, જો કે સાપ્તાહિક ધોરણે ૭.૩ ટકા વધ્યો હોવાથી જૂન ૨૦૧૦ પછીની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. ૬૦,૦૦૦ ટનની ક્ષમતા સાથે કોલસા અને અનાજનું વાહન કરતાં પાનામેક્સનું દૈનિક સરેરાશ નૂર શુક્રવારે ૧૨૫ ડોલર ઘટીને ૩૧,૮૯૭ ડોલર બોલાયું હતું.

Advertisement


 

 

 

 

 

શીપબ્રોકર ઇન્ટરમોડેલ ગ્રુપ તેના સાપ્તાહિક રિસર્ચ અહેવાલમાં કહે છે કે એકાદ મહિનાથી સુપ્રામેક્સના નૂરને પ્રીમિયમ મળતા હોઇ, સુપ્રામેક્સ અને પાનામેક્સના નૂર લગભગ સમાંતર થયા હોઇ બન્ને જહાજોની માંગ મજબૂત રહેવાની શક્યતા છે. રેફઈનીટિવ ઇકોનના ડેટા ૨૦૧૭થી ઉપલબ્ધ થવા લાગ્યા, ત્યાર પછી શુક્રવારે ૪૮ પોઇન્ટના સુધારે પહેલી વખત ૨૦૮૨ પોઈન્ટની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો.         

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)