મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બોલીવુડની ફિલ્મોમાં અવનવું અંગ્રેજી સાંભવા તો મળે જ છે પરંતુ જો અઘરામાં અઘરું અંગ્રેજી બોલવામાં કોઈની વાત થતી હોય તો તેમાં શશિ થરૂરનું નામ આવે છે. એવા એવા શબ્દો કાઢી લાવે કે તેના માટે ડિક્શનરી લેવી પડે. ઘણા શબ્દો તો બીચારા વર્ષોથી ક્યાંક દબાઈને પડી રહ્યા હોય તેમને પણ તે કાઢી લાવે છે. એવા શબ્દો કે પોતે જ વિચારતા હોય કે કોઈ બોલે, તેવા શબ્દોને શશિ થરૂર કાઢી લાવેતા હોય છે. એક દાદીનો હવે એવો વીડિયો વાયરલ થયો છે જેમાં દાદીને અંગ્રેજી બોલતા સાંભળી થરૂર પણ તેમના ફેન થઈ જશે.

પહેલા આપને વીડિયો બતાવીએ

આ સમાચાર લખાયા તે પહેલા તો લગભગ 3 લાખ લોકો તો તે વીડિયો જોઈ ચુક્યા હતા. આ વીડિયોના કેપશનમાં લખાયું છે કે, સ્પોકન ઈંગ્લીશ માટે આ વડીલ મહિલાને 10માંથી કેટલા ગુણ આપશો?

વીડિયોમાં શું બોલે છે મહિલા જાણો

વીડિયોમાં આ વડીલ મહિલા મહાત્મા ગાંધી અંગે બોલી રહી છે. તે કહે છે કે, ગાંધી જી, ઘણા સાધારણ પરિવારથી આવતા હતા, તે સાધારણ માણસ હતા અને સાધારણ જમતા હતા. બકરીનું દૂધ પીતા હતા. તે રાષ્ટ્રપિતા હતા તે હિન્દુ અને મુસ્લીમ બંનેને પ્રેમ કરતા હતા. સાથે જ તે અહીંસા પ્રેમી પણ હતા.

લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. અહીં સુધી કે ઘણા લોકોએ તેમની અંગ્રેજીને શશિ થરૂર કરતાં પણ બેસ્ટ હોવાનું કહ્યું હતું. હવે કહો કે આપને આ દાદીનું અંગ્રેજી કેવું લાગ્યું? 10માંથી તમે કેટલા ગુણ આપશો?