મેરાન્યૂઝ નેટવર્ક.દુબઈઃ શશાંક મનોહરને નિર્વિરોધ મંગળવારે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, શશાંક આ પદ માટે એક માત્ર દાવેદાર હતા. શશાંક પહેલીવાર 2016માં આ પદ પર બેઠા હતા. તેમણે કહ્યું, એક વાર ફરી આઈસીસીના ચેરમેન બનવું મારા માટે સન્માનની વાત છે.

તેમણે ઉમેર્યું કે, હું  આ બદલ આઈસીસીના નિર્દેશકનો આભાર માનું છું જેમને સતત મારું સમર્થન કર્યું. તેમનું વધુમાં કહ્યું કે, ગત બે વર્ષોમાં અમે ઘણા મોટા પગલા લીધા છે. હું જ્યારે 2016માં આ પદ પર બેઠો ત્યારે જે વાયદા કર્યા તે પુરા કર્યા છે. ભારતના રહેવાસી શશાંકે કહ્યું, આગામી બે વર્ષમાં અમે આપણા સદસ્યો સાથે મળીને વૈશ્વિક સ્તર પર રમતને આગળ લઈ જવા માટે કામ કરીશું. હાલ આ રમત સારી સ્થિતિમાં છે પણ આપણે તેની સારસંભાળ લેનાર છીએ. આપણે સતત તેના માટે મહેનત કરવી પડશે.