મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ શેરબજાર પર આ વર્ષે ત્રીજો મોટો કડાકો પડ્યો હતો. શુક્રવારે દ. આફ્રિકામાં મળેલા કોવિડના નવા ઓમિક્રોન વેરિએંટના ભય વચ્ચે શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1687 પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. તેનાથી ઈન્વેસ્ટર્સને મોટું નુકસાન પણ થયું હતું. દેશ જ નહીં પણ દુનિયા ભરના શેરબજારોમાં આ વેરિએન્ટની અસર જોવા મળી હતી. સેન્સેક્સ આ વર્ષે ત્રીજીવાર આવી રીતે ધડામથી પડ્યો છે, જ્યારે ગત સાત મહિનાઓમાં સૌથી મોટું આ નુકસાન હતું. જેને લોકોએ બ્લેક ફ્રાઈડે પણ કહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો જાણીતા ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના પસંદગીના શેર્સ પણ તૂટ્યા હતા.

તેમના પોર્ટફોલિયોમાં રહેલા ટાઈટન, ટાટા ગ્રુપની કિંપનીમાં 3.47 ટકાનો કડાકો જોવા મળ્યો છે. અઠવાડિયામાં ટાઈટન કંપનીના શેરમાં અંદાજીત સાત ટકાનો ઘટાડો થયો હતો. જેને પગલે 753 કરોડની રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં ઘટાડો થયો હતો. તેમાં ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાની પણ ભાગીદારી છે.

Advertisement


 

 

 

 

 

ટાઇટન કંપનીના શેરની કિંમત પર નજર કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર શક્રવારે 2,374 રૂપિયાથી ઘટીને 2,293 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો હતો. શેર બજારના ઘટાડાને પગલે આ શેરમાં લગભગ 105 રૂપિયા ઇન્ટ્રા ડે લૉસ અથવા 4.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ટાઇટન કંપનીનો શેર 2,467 રૂપિયાના સ્તરથી 2,293 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેરમાં 174 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એટલે કે કિંમતમાં અંદાજે 7%નો ઘટાડો આવ્યો છે.

ભારતીય શેર બજાર માટે શુક્રવાર અઠવાડિયાનો અંતિમ દિવસ ખુબ જ ખરાબ રહ્યો હતો. બીએસઈના ત્રીસ શેર વાળો સેન્સેક્સ બિઝનેસના અંતમાં 161687.94 અંક અથવા 2.84 ટકાનું નુકસાન સાથે 57107.15ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 509.80 પોઈન્ટ અથવા 2.91 ટકા તૂટીને 17026.45 પર બંધ થયો હતો. આ ગત સાત મહિનામાં સેન્સેક્સમાં આવેલો સૌથી મોટો ભૂકંપ હતો અને વર્ષ 2021માં ત્રીજો કડાકો હતો..

શુક્રવારે શેર બજારના કડાકાને કારણે ઈન્વેસ્ટર્સને મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, સેંસેક્સ અને નફ્ટીના તૂટવા સાથે એક દિવસમાં જ ઈન્વેસ્ટર્સને અંદાજે 7.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બજારના તજજ્ઞોએ આ માટે નવા ઓમિક્રોન વેરિએંટને જવાબદાર ઠેરવ્યો હતો. તજજ્ઞોનું કહેવું છે કે દ. આફ્રિકામાં મળેલા નવા વેરિએંટથી સ્થાનિક બજાર ઢીલું વૈશ્વીક શેર બજારોની જેમ જ નુકસાનમાં જતું રહ્યું.