મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: રાષ્ટ્રીય નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા અંગે ટિપ્પણી કરતા એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે લાગે છે કે તેમની પાસે અમુક અંશે નિરંતરતાનો અભાવ છે. જોકે કોંગ્રેસના સાથી પવારને કોંગ્રેસના નેતા પર બરાક ઓબામાની ટિપ્પણી પર કડક નિંદા કરી હતી. એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે, પવારે કહ્યું કે આ મામલે કેટલાક સવાલ છે. તેમની પાસે નિરંતરતાનો અભાવ હોય તેવું લાગે છે.

ઓબામાએ તાજેતરમાં જ પ્રકાશિત પોતાની બુકમાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા એવા શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક વિદ્યાર્થી હોય તેવું લાગે છે જેમની પાસે વિષયમાં મહારત પ્રાપ્ત કરવા તેમજ યોગ્યતા અને ઉત્સાહનો અભાવ છે. પવારને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે જરૂરી નથી કે આપણે બધાના વિચારો સ્વીકારીએ.

તેમણે કહ્યું, હું આપણા દેશના નેતૃત્વ વિશે કંઇ પણ કહી શકું છું. પરંતુ હું બીજા દેશના નેતૃત્વ વિશે વાત કરીશ નહીં. કોઇપણ વ્યક્તિએ પોતાની બોર્ડર બનાવીને રાખવી જોઇએ. મને લાગે છે કે ઓબામાએ તે બોર્ડર પાર કરી છે અને કોંગ્રેસના ભવિષ્ય અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી પાર્ટી માટે અવરોધ બની રહ્યા છે, ત્યારે પવારે કહ્યું કે કોઈ પણ પક્ષનું નેતૃત્વ આ વાત પર નિર્ભર કરે છે કે સંગઠનની અંદર તેને કઇ રીતે સ્વીકાર કરવામાં આવે છે.