મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા રમખાણ વચ્ચે તમામની નજર એનસીપી ચીફ શરદ પવારની તરફ લાગી છે. શું કોંગ્રેસના સમર્થનથી શિવસેનાની સાથે સરકાર બનાવવાની કોઈ ગુપ્ત વાતચિત ચાલી રહી છે? ભાજપને તેવર બતાવી રહેલી શિવસેના પાછળ શું એનસીપીનો હાથ છે? શિવસેના નેતા સંજય રાઉત આજે પવાર સાથે એક અઠવાડિયામાં બીજી વાર મુલાકાત કર્યા પાછળ શું છે? બુધવારે શરદ પવારે મીડિયાની સામે આવીને આ તમામ સવાલો પર સસ્પેન્સ વધારી દીધું છે. મહારાષ્ટ્રની રાજનીતિના માહેર ખેલાડી પવારે કહ્યું કે જનતા તેમને વિપક્ષાં બેસાડવા માટે ચૂંટ્યા છે અને તેમને ભરોસો છે કે શિવસેના અને ભાજપ આખરે મળીને સરકાર બનાવી લેશે. પરંતુ તેમણે એ પણ જોડી દીધું કે સરકાર રચવા માટે બચેલા અંતિમ દિવસોમાં શું થશે તે કોઈ નહીં જાણતું.

આજે સવારે શિવસેના પ્રવક્તા સંજય રાઉતની એનસીપી ચીફ સાથે મુલાકાત થઈ હતી. તે મુલાકાત બાબતે પુછવામાં આવેલા સવાલ પર પવારે કહ્યું કે, અમે સરકાર બનાવવા નથી જઈ રહ્યા. શિવસેનાના સાથે મળીને સરાકર બનાવવાની વાત ક્યાંથી આવી જાય છે. ભાજપ અને શિવસેનાનું 25 વર્ષથી ગઠબંધન છે અને તેમને જ સરકાર બનાવવી જોઈએ. મહારાષ્ટ્રની જનતાએ અમને જે આદેશ આપ્યો છે તે આધાર પર કોંગ્રેસ, એનસીપી વિપક્ષમાં બેસશે. સરકાર બનાવવા પર જે ગતિરોધ છે તેને દુર કરવો જોઈએ અને સેના અને ભાજપે સરકાર બનાવવી જોઈએ.

શરદ પવારે કહ્યું કે શિવસેનાના નેતા સંજય રાઉત આજે મળ્યા અને અમે આગળ રાજ્યસભા સત્ર પર વાત કરી છે. ઘણા મામલાઓ પર અમે વાત કરી છે, જેના પર અમારો રુખ સમાન છે. તેમણે સાફ કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેના સરકાર બનાવાય. ઉલ્લેખનીય છે કે, ભાજપ-શિવસેનાની સરકાર વાળા પવારના નિવેદન થી શિવસેના પર દબાણ લાવવાની તેમને રણનીતિ હોઈ શકે છે. ખરેખર, ભાજપથી સીએમ પદ ન મળવા પર શિવસેના અલગ થતી હોય તો એનસીપીની જરૂરત પડશે. એવામાં પવારે ગઠજોડની સ્થિતિમાં પોતાનું પલડું ભારે રાખવાના પ્રયત્નો કર્યા છે.