મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભાજપના ગુજરાતમાં વિસ્તાર માટે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક જ વાહન પર ઠેરઠેર ફરીને પાર્ટીનો પ્રચાર કરનાર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કૃષિ બિલ અને મજુર બિલને લઈ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ બિલોને લોકોના શોષણ કર્તા ગણાવ્યું છે સાથે જ આ લોકો સાથે અન્યાય હોવાનું કહ્યું છે.

તેમણે કહ્યું કે, જે પાર્ટીના વિસ્તાર માટે જુવાની ખપાવી દીધી એ પાર્ટી આજે લોકોના શોષણ કરતા નિર્ણયો લે ત્યારે દુઃખ થાય છે. કૃષિ બિલ અને મજૂર બિલ થકી ભાજપે લોકો સાથે જે અન્યાય કર્યો છે તે આઘાતજનક છે. તેમણે વધુમાં શું કહ્યું જાણવા જુઓ આ વીડિયો.