મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના પ્રજા શક્તિ મોર્ચાના વડા શંકરસિંહ વાઘેલાએ પોતાના ફિટનેસ માટે કરવામાં આવતા વર્કઆઉટના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર મુક્યા છે. જે અહીં પણ દર્શાવવામાં આવ્યા છે. આમ તો બાપુ (શંકરસિંહ વાઘેલા)નું રાજકીય કક્ષાએ શક્તિ પ્રદર્શન આપે જોયું જ હશે, કારણ કે ઘણીવાર તેમણે તે શક્તિ પ્રદર્શન કર્યું છે. પરંતુ ફીટનેસની શ્રેણીમાં પણ બાપુનું શક્તિ પ્રદર્શન આપને તેમની આ તસવીરોમાં જોવા મળી જશે. આ તસવીરોને પહેલી નજરે જોતા જ ભલભલા જુવાનીયાઓ મોંઢામાં આંગળા નાખી દે તેવી તસવીરો છે. શંકરસિંહ વાઘેલાના ખભા પર વજલ લઈને તેમને સ્કવૉટ એક્સર્સાઈઝ કરતાં લગભગ ક્યારેય કોઈએ જોયા નહીં હોય. આમાં પણ સૌથી મોટું કુતુહલ તો એ છે કે આવી ઉંમરમાં પણ બાપુએ વજન કેટલું બધું લીધું છે.

જોકે આ પ્રથમ દ્રષ્ટીએ થોડા જુના ફોટોઝ હોય તેવું લાગે છે, પણ બાપુ આ પ્રકારની કસરત આજે પણ કરે છે. એક ગણતરી પ્રમાણે સ્કવૉટ એક્સર્સાઈઝમાં સૌથી મોટું વેઈટ છે તેના પર 20 લખેલું છે જેથી અંદાજ આવે છે કે તે એક પ્લેટ 20 કિલોની છે. તેના પછી થોડી નાની પ્લેટ 12.5 ની છે અને પછીની નાની પ્લેટ 10 કિલોની અને પછીની નાની પ્લેટ 7.5 કિલોની છે. ઉપરાંત અન્ય બે નાની પ્લેટ 2.5 કિલોની છે. કારણ કે જીમમાં આ પ્રકારની પ્લેટ્સનો ઉપયોગ થતો હોય છે જેમાં વજન આ પ્રકારે થોડું થોડું અલગ પડતું હોય છે. માટે બાપુએ પોતાના ખભા પર 110 કિલોની પ્લેટ્સ લગાવીને સ્કવૉટ એક્સર્સાઈઝ કરી રહ્યા છે.

આવી જ રીતે બાયસેપ્સની એકસર્સાઈઝમાં તેમણે અંદાજે 35 થી 45 કિલોનું વજન ઉચક્યું હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ બાપુ 80 વર્ષના થયા છે અને તે આ પ્રકારની એક્સર્સાઈઝ વર્ષોથી કરે છે. જોકે આપ અચાનક આ જોઈ જોશમાં આવીને આટલું વજન ન ઉચકતાં કારણ કે બાપુ આ કસરત વર્ષોથી કરે છે અને તેમને એક પર્સનલ જીમ ટ્રેનર ટ્રેઈન કરે છે. સાથે જ તે તે પ્રમાણેની ડાયેટ પણ રાખે છે. જોકે ગમે તે હોય બાપુએ આ ફોટોઝ શેર કરીને ઘણાને અચંબીત કરી દીધા છે અને તેમણે શેર કરતાં સાથે લખ્યું છે કે. તન ફીન + મનફીટ = જીવન હીટ, તેમની આ વાતનો મતલબ પણ આપ સમજી જ ગયા હશો. તો બસ ફીટ રહો હીટ રહો...