મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ:ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. જેમાં નેતાઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મુકી માહિતી આપી હતી. 

શંકર ચૌધરીએ ફેસબુક પર પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડૉક્ટરોની સારવાર હેઠળ છું અને મારી તબિયત સારી છે. મારી સૌને નમ્ર વિનંતી છે કે છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમાં આવેલ તમામ લોકો ટેસ્ટ કરાવે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.