મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વૈશ્વિક મહામારીમાં લોકોનું માનસિક સંતુલન પણ બગડી રહ્યું છે આત્મહત્યા,હત્યા અને હુમલાની ઘટનાઓ સતત બની રહી છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા લૂસડિયા ગામે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવકની પત્ની રિસાઈ પીયર જતી રહેતા યુવકે જાણે માનસિક સંતુલન ગુમાવ્યું હોય તેમ તેના ભાઈ સાથે ઝગડો કરી મકાનમાં આગ લગાવી દેતા સરસામાન સળગી ગયો હતો ઘરમાં આગ લગાડનાર યુવકે ઉશ્કેરાટમાં ખોટું પગલું ભર્યું હોવાનો અહેસાસ થતા તેના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

શામળાજી નજીક આવેલ લુસડીયા ગામે સંયુક્ત કુટુંબમાં બધાં ભાઈઓ રહે છે શામળાજી પોલીસ સ્ટેશન માં વિનોદ ધુળા ઘાટીયા.રહે લુસડીયા વાડા એ પોતાના ભાઈ ની સામે જ ફરિયાદ નોંધાવી છે તે ભાઈ પણ મરણ પામેલ છે આ કામ નાં ફરીયાદી અને.આરોપી બન્ને સગાં ભાઇઓ છે રાકેશ ભાઈ ધુળાભાઈ ઘાટીયા.ઉ.વષૅ.45 રહે.લુસડીયા ની પત્ની રીસાઈ ને પીયર જતી રહેતા રાકેશભાઈ ને લાગી આવતા આવેશમાં આવી પોતાનાં ભાઈ સાથે ઝગડો કરીને ધમાલ કરી ને ધરની અંદર પડેલ ધરવખરી તથા સામાન ને આગ ચાંપી દેતા જોતા માં આગે.વિકરાળ સ્વરુપ ધારણ કરતાં મકાન આગમાં બળી ને ખાખ થઈ ગયું હતું પોતાના ભાઈ નાં મકાન ને આગ લગાવી દીધી તેનું ભાન થતાં મનમાં લાગી આવતાં પોતાના ધરમા જઈ જાતે ગળેફાંસો ખાઈ રાકેશ ભાઈ ઘાટીયા.એ આત્મ હત્યા કરી દીધી હતી આ ની જાણ તેમના ભાઈ વિનોદભાઈ ધોટીયાએ શામળાજી  પોલીસ નેં જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ માટે શામળાજી સી એસ.સી ખાતે લાવવામાં આવ્યો હતો વધુ તપાસ શામળાજી પી એસ આઇ એ.એમ.દેસાઈ.વધુ તપાસ હાથ ધરી છે.