મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી: આજના સમયમાં પ્રેમ સબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે શામળાજી નજીક આવેલા ગલીસીમરો ગામના યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહી સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહી દયે એવો અહેસાસ બિપિન ડામોર અને ગામની સગીરાને  થતા બન્નેએ સાથે જીવી નહી શકાય પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય એવો નિર્ણય લઇને ખેતરમાં જ ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા બન્ને પ્રેમી યુગલના પ્રેમનો અંત લાવતા નાના એવા ગલીસીમરો ગામમાં ભારે હાહાકાર મચી ગયો છે.શામળાજી પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પોતાના પ્રેમનો સારો અંત ન હોવાનું માનીને કેટલાય પ્રેમી યુગલો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જીલ્લામાં બન્યો છે શામળાજી નજીક આવેલા ગલીસીમરો ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીદંગી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી.  ગલીસીમરો ગામના બિપીનભાઈ મેઘાભાઈ ડામોર (ઉં.વર્ષ-૧૯) ને ગામનીજ ૧૭ વર્ષીય સગીરા સાથે આંખ મળી જતા એકબીજાના પ્રેમમાં અંધ બન્યા હતા પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી સોમવારે બંને પોતાના ઘરે થી નીકળી ગયા હતા બંનેના પરિવારજનોએ  શોધખોળ હાથધરી હતી વચ્ચે ગામના આંબાવાડી ફળિયામાં ખેતર નજીક વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ તપાસ કરતાં બંને દોરડા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેથી મેઘાભાઈ રણછોડભાઈ ડામોરે શામળાજી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથધરી છે.