મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી : વિશ્વ પ્રસીદ્ધ અને પ્રાચીન યાત્રાધામ શામળાજીમાં દર પૂનમે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી ભગવાન શામળિયા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે મહાસુદ પૂનમે શામળાજી મંદિરમાં વહેલી સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી હતી રાજસ્થાનના સાગવાડા ગામની મહિલા તેના પરીવાર સાથે હિંમતનગર ખાનગી દવાખાને ઉછીના પૈસા લઇ સારવાર માટે નીકળી હતી રસ્તામાં શામળાજી મંદિર હોવાથી પરીવાર સાથે દર્શન કરવા ગયા હતા મહીલા ભક્ત શામળાજી મંદિર ગર્ભગૃહમાં ભક્તીમાં લીન હતા ત્યારે ગઠિયો કળા કરી ગયો હતો તેમની પાસે રહેલ ૧૩ હજારથી વધુ રોકડ ભરેલ પર્સ ચોરઈ જતા મહિલા બેબાકળી બની હતી પર્સ ચોરીનો ભોગ બનેલ મહિલા તાબડતોડ મંદિર પરિસરમાં આવેલ મંદિરની ઓફિસમાં જઈ સમગ્ર ઘટનાની જાણ કરી મંદિરમાં લગાવેલ સીસીટીવી ચેક કરવા આજીજી કરી હતી તેમ છતાં મહિલાની આજીજી સાંભળાવમાં નહીં આવતા મહિલાએ શામળાજી પોલીસ સ્ટેશને જાણ કરતા શામળાજી પોલીસે પણ ફરિયાદના બદલે અરજી લઇ રવાના કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજસ્થાનના સાગવાડાના રીનાબેન નરેશભાઈ પંચાલની હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી શનિવારે વહેલી સવારે ખાનગી વાહન મારફતે હિંમતનગર જવા નીકળ્યા હતા મહાસુદ પૂનમ હોવાથી મહિલા અને તેનો પરિવાર રસ્તામાં આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો મહિલા ગર્ભગૃહમાં શામળીયા ભાગવાની ભક્તીમાં લીન હતી ત્યારે તકનો લાભ લઇ પાછળ રહેલ ગઠિયો પર્સમાંથી ૧૩ હજાર થી વધુ રોકડ રકમ ભરેલ પર્સની ચોરી કરી ફરાર થઇ જતા મંદિરની બહાર આવેલી મહિલાના પર્સમાંથી રોકડ રકમ ભરેલ પર્સ ચોરાતા બેબાકળી બની હતી અને તાબડતોડ મંદિર ઓફિસ અને પોલીસને જાણ કરી હતી.

આ અંગે ભોગ બનનાર મહિલા  રીનાબેન પંચાલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના પતિ વિદેશમાં નોકરી કરે છે તેમની સારવાર હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં ચાલતી હોવાથી ભાઈ સાથે શનિવારે ઉછીના રૂપિયા લઈ ભાઈ સાથે નીકળ્યા હતા અને રસ્તામાં શામળાજી મંદિરે દર્શન કરવા જતા ગર્ભ ગૃહમાં મંદિરમાં દાન પેટીમાં રૂપિયા નાખવા મોટા પર્સમાંથી નાનું પર્સ કાઢી પરત મૂકી દીધું હતું ત્યારે કોઈ ચોરે પર્સ ચોરી લીધું હતું મંદિરની બહાર આવતા નાનું પર્સ નહિ મળતા પર્સની ચોરી થયાનું જણાતા મંદિરની ઓફિસમાં પહોંચી હતી અને ઓફિસમાં રહેલા કાકાને સમગ્ર ઘટનાની જાણ કરી મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરી ચોરને ઝડપી પાડવા આજીજી કરી હોવા છતાં મારી વાત ધ્યાને લીધી ન હતી મંદિર પરિસરમાં ઉભેલ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશને જવા કહેતા શામળાજી પોલીસે પણ અરજી લઇ રવાના કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો મહિલા રીતસર રડી પડી હતી