મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ  અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ ને વર્ષો પછી સીક્સ લેન બનાવવાની કામગીરી નેશનલ હાઈવે ઑથોરિટી દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે થી પસાર થતા ને.હા.નં-૮ ને પહોળો કરવા ડુંગર પર બ્લાસ્ટ કરી કટિંગ કરવામાં આવી રહ્યો છે. ને.હા.નં-૮ નજીક અતી પૌરાણિક વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર આવેલું છે. શામળાજી નજીકના ડુંગરનું કટિંગનું કામ દરમિયાન બ્લાસ્ટ કરવામાં આવતા સતત ધરા ધ્રુજતા શામળાજી મંદિરને નુકશાન થવાનો ભય પેદા થતા હાઈવે ઑથોરિટી દ્વારા ડુંગર તોડવા જે રીતે બ્લાસ્ટ કરાઈ રહ્યો છે. તે બંધ કરવા જીલ્લા કલેક્ટર પાસે માંગ કરી રહ્યા છે. શામળાજી નજીક થતા બ્લાસ્ટથી મકાનોમાં તિરાડ પડી રહી છે તે જોતા શામળાજી મંદિરને પણ નુકશાન થવાનો ભય હોવાનું ડેપ્યૂટી સરપંચ દિલીપ કટારાએ જણાવ્યું હતું.

શામળાજી પંથકમાં ને.હા.નં-૮ ને સિક્સલેન બનાવવાની કામગીરી માથાના દુખાવા સમાન બની રહી છે ડુંગર કટિંગ કરવા કરવામાં આવતા બ્લાસ્ટને લીધે સતત શામળાજી પંથકમાં ધરા ધ્રુજી રહી છે બુધવારે રાત્રે શામળાજી બસ સ્ટેન્ડ નજીક ડુંગર કટિંગ કરવા માટે ડુંગરની અંદર મોટા પ્રમાણમાં હોલ પાડી કેમિકલ બ્લાસ્ટ કરતાં ધડાકાભેર વિસ્ફોટ કરતા શામળાજી પંથક વિસ્તાર ધ્રુજી ઉઠતા લોકો ભૂકંપ સમજી ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘર અને દુકાનોમાં માલસામાન પણ નીચે પડી ગયો હતો.

ને.હા.નં-૮ ને અડીને આવેલ સુપ્રસિદ્ધ શામળાજી મંદિરને પણ બ્લાસ્ટની કામગીરીથી ખતરો પેદા થયો છે. શામળાજીના લોકોએ જે રીતે રોડ પહોળો કરવા બ્લાસ્ટ કરાઈ રહ્યો છે તેનો શખ્ત વિરોધ નોંધાવવા તજવીજ હાથધરી છે.