મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી : જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મોહંમદ એક થયું છે. જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ પર રવિવારે સવારે રાજ્ય પોલીસવડાની સૂચનાના આધારે બે ચેક પોસ્ટ ઉભી કરી ઠેર ઠેર ચેકીંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે રતનપુર ચેકપોસ્ટ પર લોખંડી.

બંદોબસ્તના પગલે વાહનચાલકો અને સ્થાનિકકોમાં ભારે અચરજ ફેલાયું છે

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા રતનપુર ચેકપોસ્ટ અને નેશનલ હાઈવે નં-૮ પર સઘન પેટ્રોલિંગ અને વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ડીજીપીના દ્વારા રતનપુર બોર્ડર પર એસઆરપીની 1 પ્લાટૂન તૈનાત કરાઇ છે જેમાં 24 જવાનો દ્વારા આવતા જતા વાહનો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. આતંકી હુમલાના એલર્ટને પગલે રતનપુર બોર્ડર પર બે પોસ્ટ બનાવાઇ છ જેમાં પ્રથમ પોસ્ટ પર ૭ જેટલા જવાનોને બુલેટપ્રુફ જેકેટ પણ અપાયા છે તો બીજી ચોકી પર અન્ય સાત જેટલાં જવાનો પ્રથમ ચોકી પર ચાલતી તપાસ પર નજર  રાખશે. જો કોઇ અનિચ્છનીય  ઘટના ઘટે તો તુરંત જ બીજી ચોકી પર તૈનાત જવાનો એલર્ટ થઇ કોઈ પણ પ્રકારની આસામાજિક પ્રવૃત્તિને અટકાવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જીલ્લાની અન્ય રાજસ્થાન રાજ્યને અડીને આવેલી ઉંડવા સરહદ,રેલ્લાવાડા નજીક આવેલી સરહદ અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને અડીને આવેલી અંતરિયાળ વિસ્તારોની આંતરરાજ્ય સરહદો નધણિયાત હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે જાગૃત નાગરિકોમાં આતંકવાદીઓ તો ગમે તે જગ્યાએથી પ્રવેશી શકે છે તો રાજસ્થાન રાજ્યને અડીને આવેલી તમામ સરહદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેની માંગ પ્રબળ બની છે.