મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ વહેલી સવારે જૈન સાઘ્વીજી ખેતરમાં જોવા મળતા લઘુશંકાએ ગયેલ યુવાને ભૂત સમજી દોટ લગાવી હતી. ભૂત આવ્યું ભૂતની બૂમોથી ગામમાં ભયનો માહોલ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ સાધવી ગુમ થઈ ગયા હતા અને હવે મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે.

આજે વિજ્ઞાનમાં આટલી પ્રગતિ થઈ હોવા છતાંય લોકો ભૂત-પ્રેત જેવી ચીજોમાં વિશ્વાસ કરે છે. જેને અંધવિશ્વાસથી વધુ કંઈ કહી ન શકાય તેમ છતાં અગોચર વિશ્વમાં ભુત-પ્રેત હોવાના અનેક લોકો દાવો કરી ચુક્યા છે ત્યારે શામળાજી નજીક સુનોખ ગામની સ્કૂલમાં વીહાર કરતા તપસ્વી સાધ્વીઓ રાત્રી મુકામ કર્યો હતો. આ તપસ્વી સાધ્વીઓમાંથી એક સાધ્વીજી કાર્તિકા મહારાજ વહેલી સવારે સ્કૂલ પાછળ રહેલા ખેતરમાંથી વિહાર કરતા હતા. ત્યારે લઘુશંકાએ ગયેલ યુવાને સફેદ કપડામાં રહેલા સાધ્વીજીને જોતા ભૂત સમજી ગભરાઈ ગયો હતો અને ભૂત ભૂતની બૂમો પાડતો ઘરે પરત ફરતા પરિવારજનો અને ગ્રામજનોમાં પણ ભારે ભય જોવા મળ્યો હતો. આખરે સફેદ કપડામાં રહેલા જૈન સાધ્વીજી હોવાનું બહાર આવતા યુવક અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કુદરતે હાજત જવા લોકો ખેતરનો ઉપયોગ કરતા હોય છે  સુનોખ ગામનો શ્રવણ વણઝારા નામનો યુવક ગામની સ્કૂલમાં જૈન તપસ્વી સાધ્વીઓએ મુકામ કર્યો હોવાની વાત થી અજાણ હતો વહેલી સવારે ખેતરમાં લઘુશંકાએ પહોંચ્યો હતો ત્યારે ગામની સ્કૂલમાં મુકામ કરેલ જૈન તપસ્વી સાધ્વીજી વહેલી સવારે ખેતરમાં ચાલતા ચાલતા તેની સામે આવતા જોવા મળતા યુવકનું મગજ થોડા સમય માટે સૂન્ન થઇ ગયું હતું અને સફેદ કપડામાં રહેલ તપસ્વી સાધ્વીજીને  ભૂત સમજી ડરી ગયો હતો અને ભૂત આવ્યું ભૂતની બૂમો પડતો ખેતરમાંથી ઘેર તરફ એકી શ્વાસે દોડી ગયો હતો યુવકના પરિવારજનોએ યુવકને ગભરાયેલ જોતા પૂછપરછ કરતા ખેતરમાં ભૂત હોવાનું જણાવતા પરિવારજનો અને ગ્રામજનો પણ ફફડી ઉઠ્યા હતા અને ગામમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સ્કૂલમાં વિશ્રામ કરી રહેલા ૩૮ વર્ષીય કીર્તિકા મહારાજ વહેલી સવારે ૪ વાગે કુદરતી હાજતે ગયા પછી ગુમ થયા હોવાનું અને ખેતરમાંથી રોડ તરફ ગયા હોવાની જાણ થતા અને પોલીસ તપાસ માટે તે વિસ્તારમાં પહોંચતા સફેદ કપડામાં ભૂત નહીં પણ જૈન સાધ્વીજી હોવાની માહિતી બહાર આવતા યુવક તેના પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.