મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પૂરતી રહી હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે. શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીં હાથધરી ટ્રકમાંથી પ્લાસ્ટીક બેગની આડમાં સંતાડેલ ૧૧.૧૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

શામળાજી  પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી યુપી પાસિંગના ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારીત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં પાવડર ભરેલી પ્લાસ્ટીક બેગની પાછળ સંતાડેલ વિદેશી દારૂની ૩૭૦ પેટી રૂ.૧૧.૧૦ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક સંજય મેવારામ યાદવ (રહે,ફતેહપુર બેરી, દક્ષિણ દિલ્હી) ને દબોચી લઈ ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક ચાલકની સઘન પૂછપરછ હાથધરી હતી.