મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ જૈન સાધુ મહારાજનો અને તપસ્વી સાધ્વીઓ દ્વારા જનકલ્યાણ અર્થે પદયાત્રા કરી બોધ કે ઉપદેશ આપવાનું અને પવિત્ર જીવન જીવવાનું કામ કરે છે પરંતુ ચોમાસા દરમિયાન નાના મોટા શહેરોમાં જૈનાલયો કે સાધના મંદિરોમાં વિહાર કરી તપસ્યા અને ઉપદેશ આપવાનું કામ કરે છે. અરવલ્લી જીલ્લા માંથી વીહાર કરતા તપસ્વી સાધ્વીઓ રાત્રીના સુમારે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક આવેલા સુનોખ ગામની સ્કૂલમાં મુકામ કર્યો હતો શામળાજી પોલીસે તપસ્વી સાધ્વીઓના સ્થળે પોલીસ તૈનાત કરી હતી ત્યારે સંઘમાં રહેલા ૩૮ વર્ષીય તપસ્વી સાધ્વી કીર્તિકા મહારાજ લઘુશંકાએ જવાનું કહી સ્કૂલની પાછળના રસ્તા પરથી ક્યાંક ચાલ્યા જતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી ગુમ થયેલ સાધ્વીનો પત્તો મેળવવા તજવીજ હાથધરી છે. 

સુનોખ સ્કૂલમાં જૈન તપસ્વી સાધ્વીઓના સંઘે રોકાણ કર્યું હતું. આ સંઘમાં ઉત્તરાખંડ ટીહરી જીલ્લાના બોરગાંઉ પટ્ટી ભરપુરના ૩૮ વર્ષીય કીર્તિકા મહારાજ તપસ્વી સાધ્વી વહેલી સવારે ૪ વાગે કુદરતે હાજત જવાનું જણાવી સ્કૂલના પાછળ રસ્તાથી નીકળ્યા પછી પરત ન ફરતા તેમની સાથે રહેલ તપસ્વી સાધ્વીઓ અને શ્રાવકો ચિંતીત બન્યા હતા. સ્કૂલ બહાર રહેલ પોલીસને જાણ કરતા પોલીસ સહીત ગ્રામજનોએ સમગ્ર વિસ્તારમાં ભારે શોધખોળ હાથધરી હતી.

શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે ઘટનાની ગંભીરતા સમજી ગુમ સાઘ્વીજીની ભાળ મેળવવા ડોગ સ્કોવડ અને ફૂટ પ્રીન્ટ એનાલિસસની મદદ લીધી હતી. ડોગ સ્કોવડમાં રહેલe સ્નીફર ડોગ સ્કૂલ પાછળના રસ્તાથી આજુબાજુના ખેતરોમાં ફર્યા પછી રોડ પર જઈ ઉભા રહી જતા અને સાધ્વીજીના ફૂટ પ્રીન્ટ સીવાય અન્ય કોઈ વ્યક્તિનાં ફૂટ પ્રીન્ટ રસ્તા પર અને ખેતરોમાં જોવા ન મળ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે ત્યારે સાધ્વીજી જાતે જ સંઘ છોડી જતા રહ્યા હોવાની સહીત તરહ તરહની ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે.