મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારના માર્ગો પરથી રાજ્યમાં નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ હોય છે. મોટા ભાગના બુટલેગરો સફળ રહેતા બુટલેગરોની પણ હિંમત ખુલતા સતત પ્રયત્નો કરી રહ્યા છે. શામળાજી પીએસઆઈ શર્મા અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાંથી બાતમીના આધારે બટાકાની આડમાં સંતાડીને ઘુસાડાતો વિદેશી દારૂનો ૧૨.૯૬ લાખનો વિદેશી દારૂ ઝડપી એક શખ્શને દબોચી લીધો કાર્યવાહી ચાલુ હતી ત્યારે અન્ય ટેમ્પો પરચુરણ માલસામાન ભરી પસાર થતા તેને અટકાવી તલાસી લેતા પ્લાસ્ટિક ડ્રમ માંથી ૩૧ હજાર નો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ શખ્શોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈનો ચાર્જ સંભળાતાની સાથે એસ.એચ.શર્માએ તેમની ટિમ સાથે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી પસાર થતા વાહનો પર તવાઈ બોલાવવા રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનું સઘન ચેકિંગ હાથધરાતા બે વાહનોમાંથી ૧૩ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

શામળાજી પોલીસે વેણપુર ગામ નજીકથી પસાર થતી આઈશર મીની ટ્રકમાંથી બટાકાના કતતાની આડમાં સંતાડીને વડોદરા લઈ જવાતો વિદેશી દારૂની બોટલ નંગ-૩૨૪૦ કિં.રૂ.૧૨૯૬૦૦૦/-નો જથ્થો જપ્ત કરી શેતાનસિંહ છીતરસીંહ ચુંડાવતને ઝડપી પાડી આઈસર ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.૨૦૯૬૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નાકાબંધી જોઈ નાસી છૂટનાર કાલુરામ ઉર્ફે રતનલાલ ભુરાલાલ નામના શખ્શ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અણસોલ ગામની સીમમાંથી પરચુરણ માલસામાન ભરી પસાર થતા ટેમ્પો કન્ટેનરને શામળાજી પોલીસે અટકાવી તલાસી લેતા ટેમ્પોમાં રહેલા ડ્રમમાં છુપાવે વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કિં.રૂ.૩૧૯૦૮/- નો જથ્થો જપ્ત કરી ૧) સમુદ્રસિંહ કેસરસિંહ પવાર (૨) ત્રિલોકસિંહ ગોવિદસિંહ રાવ (૩) હુકુમસિંહ ભાનસિંહ રાવત (ત્રણે રહે, રાજસ્થાન) ની ધરપકડ કરી વિદેશીદારૂ, ટ્રકની સહીત રૂ.૮૩૪૯૦૮/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ઘુસાડવામાં મદદગારી કરનાર શીવા ઉર્ફે શિવાજી (રહે, ઉદેપુર) નામના શખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.